October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

તાજેતરમાં સરકારે જાહેર કરેલ કૃષિ પેકેજ સહાયમાં 13 જિલ્લા, 48 તાલુકાનો સમાવેશ : વલસાડ જિલ્લો બાકાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ચાલુ વર્ષ જગતના તાત મોટા આફતનું વર્ષ બની રહેલ છે. વારે તહેવારે છાશવારે કમોસમી વરસાદ-માવઠાનો માર વલસાડ જિલ્લામાં સતત રહ્યો છે. પરિણામે બાગાયત ખેતી, અનાજ, કઠોર, શાકભાજી જેવા પાકોનું પારાવાર નુકશાન થયું છે. જેથી વલસાડ જિલ્લાના ખેડૂતો પણ કુદરતી પ્રકોપના ભોગ બન્‍યા છે. કમનસીબી ગણો કે સરકારની આડોડાઈ ગણો તાજેતરમાં સરકારે જાહેર કરેલ કૃષિ પેકેજ સહાયમાં વલસાડ જિલ્લાના બાકાત કરવામાં આવતા જિલ્લાના ખેડૂતોમાં વ્‍યાપક રોષ ફેલાયો છે.
ટાઢ, તડકામાં કાળી મજુરી કરતા ખેડૂતો માટે ચાલુ વર્ષના કમોસમી વરસાદ માવઠા પાયમાલી તાણી લાવેલ છે. ખેડૂતોને આશા હતી કે સરકાર રાહત પેકેજ આપશે પરંતુ તાજેતરમાં સરકારે જાહેર કરેલ કૃષિ પેકેજસહાયમાં 13 જિલ્લા 48 તાલુકાનો સમાવેશ કરાયો છે. વલસાડ જિલ્લાનો છેદ ઉડાવી દેવાયો છે. બાકાત જાહેર કરાયો છે. પરિણામે જિલ્લાના ખેડૂતો સાથે સરકારે ભારોભાર અન્‍યાય કર્યાની સ્‍થિતિ ઉભી થવા પામી છે. તેથી ધરમપુર તા.પંચાયતના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલે મુખ્‍યમંત્રી જોગ લેખિત રજૂઆત કરીને માંગણી કરી છે કે ગ્રામ સેવકો દ્વારા ધરમપુર તાલુકામાં કરાયેલ પ્રાથમિક સર્વેનો રિપોર્ટ મંજૂર કરીને ખેડૂતોને આર્થિક સહાય આપવાની માંગણી કરી છે.

Related posts

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા ભારતીય માનક બ્‍યુરો વિષયક અવેરનેસ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment