Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ દ્વારા નારાયણ સેવા સંસ્‍થા, ઉદયપુરના સહયોગથી નિઃશુલ્‍ક દિવ્‍યાંગ ઓપરેશન અને લિંબ કેલીપર્સ શિબિર અને નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પનું આયોજન તા.03-12-2023 રવિવારે સવારે 9 થી સાંજે 5 સુધી સ્રી સૌરાષ્‍ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ, ધરમપુર ચોકડી પાસે, વલસાડ ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય મહેમાન વલસાડ કલેક્‍ટર શ્રીમતિ ક્ષિપ્રા આગ્રે અને અતિથિ વિશેષ સમાજ સુરક્ષા અધિકારી શ્રી વી.એમ. ગોહિલ પધાર્યા હતા.
હાલ નાની ઉંમરના હાર્ટએટેકના ઘણા કિસ્‍સા વધી ગયા છે તો તે જોઈને ઉમિયા ગ્રુપે રાહત દરે બોડી ચેકઅપ કેમ્‍પનું આયોજન કર્યું હતું. જેમાં 340 જાગરૂક નાગરિકોએ લાભ લીધો હતો. જે શ્રીનાથ લેબના સહકારથી પૂર્ણ થયો હતો. નિરાલી હોસ્‍પિટલનવસારીના સીઈઓ કર્નલ જેલસન અને મેડિકલ સુપ્રીડેન્‍ટ, ડો.જેવીન જામેલીયા (કાર્ડિયોલોજી), ડો.રવિ પટેલ (કાર્ડિયાર્ક સર્જન), ડો.નિહાર દેસાઈ (ફીજીસ્‍યન) એમની ટીમ સાથે સેવા આપી હતી. જેમાં 225 પેશન્‍ટની તપાસ કરાઈ અને બીપી, બ્‍લડ સુગર, લીપીડ પ્રોફાઈલ સાથે 180 પેશન્‍ટને ફ્રી ઈસીજીનો લાભ મળ્‍યો હતો. વલસાડ જિલ્લાના દિવ્‍યાંગ ભાઈ-બહેનો માટે નારાયણ સેવા સંસ્‍થા, ઉદયપુરના અંચલજી અને મુકેશજી સાથે ટીમ આવી હતી. જેમને 127 દર્દીઓને તપાસ કરી, 8 દર્દીઓને ઓપરેશન અને 100 દર્દીઓને પગ અને 17 દર્દીઓને હાથનો માપ લેવામાં આવ્‍યો, જેમને 4 ફેબ્રુઆરી 2023 ના દિવસે નિઃશુલ્‍ક હાથ-પગ લગાવવામાં આવશે. ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડના કેપ્‍ટન અશોક પટેલએ આ માનવતાના કાર્ય માટે દાનની અપીલ કરી છે.

Related posts

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah

સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્‍ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ

vartmanpravah

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

Leave a Comment