July 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

કસ્‍ટમ રોડ કોળીવાડમાં અકસ્‍માતસર્જાયો : પાંચ યુવક ઘાયલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: આજની યુવાનીને બેફામ ડ્રાઈવિંગનો જાણે ચસકો લાગ્‍યો હોય તેમ વાહન બેફામ ચલાવીને અકસ્‍માત સર્જતા હોય છે. પરિણામે પોતે અને પરિવારને મુશ્‍કેલીમાં મુકતા હોય છે. કંઈક તેવી ઘટના વાપી બલીઠા કસ્‍ટમ રોડ કોળીવાડમાં સર્જાઈ હતી. ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપચેટ ઉપર વિડીયો બનાવી રહેલ યુવકે સ્‍ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર હવામાં છ ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી. ગંભીર અકસ્‍માતમાં પાંચ યુવકો ઘાયલ થયા હતા.
ગતરોજ વાપી બલીઠો કસ્‍ટમ રોડ કોળીવાડ વિસ્‍તારમાં કારમાં સવાર થઈ ચાર-પાંચ છેલબટાઉ યુવાનો બેફામ કાર હંકારી રહ્યા હતા તે દરમિયાન સોશિયલ મિડિયા માટે કાર ચાલક યુવાને ચાલુ કારમાં સ્‍નેપ ચેટ પર વિડીયો બનાવવા જતા ડ્રાઈવિંગ પર કાબુ ગુમાવતા કાર એક કમ્‍પાઉન્‍ડમાં છ ફૂટ ઉછળી પટકાઈ હતી. જેમાં કાર નં.જીજે 15 સી.કે. 4659 નો ખુરદો બોલાઈ ગયો હતો. અકસ્‍માતમાં સવાર પાંચ યુવાનો ઘાયલ થયા હતા. સ્‍થાનિકો એકઠા થઈ જતા તમામ ઘાયલોને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા હતા. સદ્દનસીબે અકસ્‍માતમાં જાનહાની ટળી હતી.

Related posts

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

સરીગામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

Leave a Comment