December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર વલસાડ જિલ્લાના એક માત્ર શિક્ષિકા ઈલાબેન પટેલનું મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦પ: રાજ્ય સરકાર દ્વારા શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ – ૨૦૨૪ના એવોર્ડ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૮ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક વિભાગમાં ત્રણ વર્ષ બાદ વલસાડ જિલ્લામાંથી એક શિક્ષિકાની પંસદગી થઈ છે.
જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ઈલાબેન વસંતલાલ પટેલને આજે શિક્ષક દિવસે અમદાવાદના પાલડી ખાતે ટાગોર હોલમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શાલ, પ્રમાણપત્ર અને રૂ. ૫૧,૦૦૦ના પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઈલાબેને બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં નામાંકન, સ્થાયીકરણ, લોકભાગીદારી, કન્યા કેળવણી, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, હાજરી સુધારણા, આરોગ્ય તપાસણી સહિતના વિવિધ કાર્યોમાં મહત્વની અને સક્રિય ભૂમિકા ભજવી શિક્ષણની ગુણવત્તા સુધારણામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. વલસાડ જિલ્લામાંથી ૩ વર્ષ બાદ પ્રાથમિક વિભાગમાં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મળતા જિલ્લાના શિક્ષણ જગતમાં ખુશીની લહેર પ્રસરી છે.
આ પ્રસંગે ઈલાબેને પોતાની નિઃસ્વાર્થ સેવા ભાવનાને રાજ્ય સરકારે એવોર્ડ આપી બિરદાવતા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે, રાજય કક્ષાનો આ એવોર્ડ મને વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે વધુ બહેતર કાર્ય કરવા માટે પ્રેરણા પુરી પાડશે.

Related posts

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણ સમિતિ અને તેના સભ્‍યોએ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઅલ એસ્‍ટેટની લીધેલી મુલાકાત

vartmanpravah

ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

છેલ્લા 11 વર્ષથી 15મી ઓગસ્‍ટના રોજ ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ દ્વારા યોજાતા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં 1201 બોટલ રક્‍ત એકત્ર કરી વલસાડમાં ત્રીજી વખતઈતિહાસ સર્જાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

સાત સમંદર પાર યુ.કે.ના લેસ્‍ટરમાં ઘટેલી ઘટનાથી દમણ-દીવની 510 વર્ષની સભ્‍યતાના હચમચી રહેલા પાયા

vartmanpravah

Leave a Comment