Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

સંઘપ્રદેશના રાજકારણમાં પેઢીઓથી હાવી બનેલા પોલીટિકલ માફિયાઓનો સૂર્યાસ્‍ત થતાં નવા દાનહ અને દમણ-દીવના નિર્માણનો થયો સૂર્યોદય

પ્રદેશમાં કાયદો અને વ્‍યવસ્‍થા અસરકારક બનવાથી સામાન્‍ય લોકો ભયમુક્‍ત બનતાં પહેલી વખત દાનહ અને દમણ-દીવમાં કર્મઠ અને દીર્ઘદૃષ્‍ટિ ધરાવતા લોકો પણ રાજનીતિમાં સક્રિય બનતાં હકારાત્‍મક વિકાસનું બનેલું વાતાવરણ

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે છેલ્લાં સાત વર્ષમાં કરેલા માઈક્રોસ્‍તરના આયોજન અને તેના સફળ કાર્યાન્‍વયન માટે રાત-દિવસ કરેલી તપસ્‍યાના પરિણામ સ્‍વરૂપે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગણતરી એક વિકસિત પ્રદેશ તરીકે થવા લાગી છે. જેના મૂળમાંસંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને તેમણે કરેલી પ્રદેશની પરખ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન છેવાડેના સામાન્‍ય માનવીને બેઠો કરવાથી માંડી લક્‍ઝરિયસ જીંદગી જીવતા શેઠ સૌદાગરોને પણ પસંદ પડે એવો માહોલ બનાવવા પ્રશાસન સફળ રહ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસને કોઈની પણ સાડાબારી રાખ્‍યા વગર કરોડો રૂપિયાની સરકારી જમીનોને પણ છૂટ્ટી કરાવી છે. સાત વર્ષના સમયગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે પણ અનેક નવા પરિવર્તન અને પ્રયોગો કરાયા છે. સંઘપ્રદેશની ગ્રામ પંચાયતોમાં પારદર્શકતા લાવવાની સાથે જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં છાશવારે થતા પક્ષ પલટા સામે પણ અંકુશ આવી શક્‍યો છે. જેના કારણે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના રાજકારણમાં પેઢીઓથી હાવી બનેલા પોલીટિકલ માફિયાઓનો સૂર્યાસ્‍ત થતાં નવા સંઘપ્રદેશના નિર્માણનો સૂર્યોદય થઈ શક્‍યો છે. સંઘપ્રદેશમાં થયેલા પરિવર્તન પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સબળ વહીવટી કૂનેહ અને દીર્ઘદૃષ્‍ટિ ધરાવતા પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની કરેલી નિયુક્‍તિને ફાળે જાય છે. કારણ કે, તેમણે છેલ્લાં સાત વર્ષથી કરેલા વ્‍યાપક સુધારાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નવું ભયમુક્‍ત સામાજિક સમરસતાનુંવાતાવરણ પણ દેખાવા માંડયું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન મોટાભાગના રાજકારણીઓએ ઉભા કરેલા પોતાના રજવાડાં સલામત નથી રહ્યા. કારણ કે, સંઘપ્રદેશ પ્રશાસને ખંડણીખોરી, લેબર કોન્‍ટ્રાક્‍ટ, ભંગારના કારોબાર, સિક્‍યુરીટી એજન્‍સી સહિતના ધંધાઓ ઉપર લાદેલા સખત નિયંત્રણોના કારણે રાજકારણીઓનો કારોબાર પ્રભાવિત થતાં તેમણે ઉભાં કરેલાં રજવાડાંમાં પણ ભાંજગડ ઉભી થઈ એ સાત વર્ષની નકરી વાસ્‍તવિકતા છે.
બીજી બાજુ પ્રશાસને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા બતાવેલી નિષ્‍પક્ષ સક્રિયતાથી સામાન્‍ય લોકો ભયમુક્‍ત બનવા પામ્‍યા છે. કર્મઠ અને દીર્ઘદૃષ્‍ટિ ધરાવતા શિક્ષિત લોકો પણ રાજનીતિમાં રસ ધરાવી સક્રિય બનતા થયા છે. જેના પરિણામ સ્‍વરૂપ પ્રદેશમાં હકારાત્‍મક વિકાસનું એક વાતાવરણ નિર્માણ પામી રહ્યું છે. જે આવતા દિવસોમાં પ્રદેશને ઊંચી ઉડાન સર કરાવશે એમાં કોઈ સંદેહ દેખાતો નથી.

Related posts

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

Leave a Comment