September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

ચીફ ઓફિસરને ગત તા.6 ડિસેમ્‍બરનારોજ સર્કલોના પુતળાને પાણીથી સાફ રાખવા રજૂઆત કરાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: પાલિકા કે સરકારી તંત્રની કામગીરી જગજાહેર છે. જ્‍યારે નાગરિકો રજૂઆત કરે કે કાન પકડે એટલે કામગીરી શરૂ થાય કે સુધારો આવતો હોય છે. કંઈક તેવી બાબત ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં ઘટી છે.
ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં મહાન પુરુષોના સર્કલ અને પુતળા બનાવાયેલા છે જે સરાહનીય છે. પરંતુ આવા જાહેર સ્‍મારકોની સાર સંભાળ પાલિકા દ્વારા થતી નહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પાલિકા વિસ્‍તારના સ્‍મારકો ઉપર કચરો, ધુળના ઢગલા જોવા મળતા હતા તેથી તા.પં. અપક્ષ સભ્‍ય શૈલેષ પટેલ અને જાગૃત નાગરિકોએ ગત તા.06 ડિસેમ્‍બરના રોજ પાલિકા વિસ્‍તારના સ્‍મારકોની અવદશા અંગે રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને કરાઈ હતી. આ રજૂઆત લેખે લાગી હતી. આજે ધરમપુર પાલિકા વિસ્‍તારના મહાન પુરુષોના સ્‍મારકોની પાલિકા દ્વારા પાણી મારી સાફ સફાઈ કરવામાં આવી હતી. જિલ્લાની અન્‍ય પાલિકાઓ માટે આ અનુકરણીય બાબત જરૂર લેખાવી શકાય.

Related posts

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

દિવાળીના તહેવાર ટાણે જ રોશની ગુલ…! દાદરા પંચાયતમાં જર્જરીત બનેલો વીજપોલ ધરાશાયીઃ અકસ્‍માતનો તોળાતો ભય

vartmanpravah

ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્‍સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્‍ડ ભરચક્ક

vartmanpravah

Leave a Comment