December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.24
પારડી નજીક આવેલ કોટલાવ ભંડારવાડ મેઈન રોડની બાજુમાં આવેલ મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કુટણખાનું ચલાવતી હોવાની બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. આજ દક્ષાબેન અગાઉ 2021માં પણ કુટણખાનુ ચલાવતી પકડાઈ ચૂકી હોય થોડા સમય માટે લોહીનો વેપાર બંધ કર્યા બાદ ફરીથી પોતાના ઘરે કર્ણાટક તથા હરિયાણા જેવા સ્‍થળેથી લલનાઓ મંગાવી તેઓ પાસે દેહ વેપાર કરાવી ફરી કુટણખાનું શરૂ કરી દીધું હતું. આ અંગેની જાણ આજુબાજુ રહેતા રહીશોને થતા તેઓ પણ છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ કરી રહ્યા હતા.
તારીખ 22/12/2023 ના રોજ પારડી પોલીસને મળેલ વર્દીને લઈ પારડી પોલીસે સ્‍થળ પર પહોંચી ત્‍યાં ભેગા થયેલસ્ત્રી પુરુષોની હાજરીમાં મકાનનો દરવાજો ખખડાવતા અંદરથી એક મહિલા નામે દક્ષાબેન અજયભાઈ ભંડારીએ દરવાજો ખોલતા પોલીસે સમગ્ર હકીકત જણાવી મહિલા પોલીસ સુરેખાબેન લવજીભાઈને સાથે રાખી મકાનની અંદર બનાવેલા રૂમોની તપાસ કરાતા જુદા જુદા ત્રણ રૂમમાંથી ત્રણ મહિલાઅને બે પુરુષો મળી આવ્‍યા હતા.
પારડી પોલીસે આ મહિલાઓની પૂછપરછ દરમિયાન તેઓએ પોતે કર્ણાટક અને હરિયાણા ખાતે રહેતી હોવાનું જણાવી અહીં અમને દેહવેપાર માટે બોલાવી હોવાનું જણાવતા પોલીસે આ ત્રણેય મહિલાઓને કુટણખાનામાંથી છોડાવી મુક્‍ત કરી હતી.
જ્‍યારે બે રૂમમાંથી પકડાયેલા બંને ગ્રાહકો પૈકી 1, ફરહાનમીયા લિયાકત મિયા શેખ ઉંમર વર્ષ 19 રહે.બાબરખડક, નવું ફળિયું, કપરાડા તથા 2, સમીરમિયા રિયાઝમિયા મલેક ઉંમર વર્ષ 18 રહે.મલેક ફળિયુ બાબરખડક, કપરાડા અને કુટણખાનું સંચાલક દક્ષાબેન અજયભાઈ ભંડારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કલસર ચેકપોસ્‍ટ નજીક હાઇટેનશન વીજટાવર ઉપર અજાણ્‍યા વ્‍યક્‍તિ ચઢી જતાં બળીને ભથ્‍થું

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક સરકારી શાળાના વિદ્યાર્થીઓ બન્‍યા બેફામ : સ્‍કૂલ છુટવાના સમયે રોડ પર મારામારીના બનેલા બનાવો : શાળા છુટવાના સમયે પોલીસ બંદોબસ્‍ત રાખવો જરૂરી

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment