June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે પ્રિમોન્‍સૂન કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગનું દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે ચોમાસા દરમિયાન મુખ્‍ય રસ્‍તા ઉપર પાણી ફરી વળતા સરીગામની જનતા તેમજ વાહન ચાલકો અને મુસાફરોને વેચવા પડતી મુશ્‍કેલીના નિવારણ માટે પ્રિમોનસુન કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્‍ટેટ વાપી કચેરીનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે. સરીગામ બાયપાસ માર્ગથી સરીગામ ત્રણ રસ્‍તા અને સરીગામ ત્રણ રસ્‍તાથી સરીગામ જીઆઈડીસી ફણસા ચાર રસ્‍તા તેમજ સરીગામ ત્રણ રસ્‍તાથી સરીગામ જીઆઈડીસી નારગોલ ચાર રસ્‍તા સુધીના માર્ગ ઉપર પ્રથમ વરસાદે પાણી ભરાવાની વિકટ સમસ્‍યા સર્જાય છે. મોટાભાગનો મુખ્‍ય માર્ગ પાણીમાં ગરકાવ થતા આજુબાજુના ઘરોમાં પાણી ભરાવાની સમસ્‍યા તેમજ અવરજવર બંધ કરી દેવામાં આવે છે. પાણી ભરવાનું મુખ્‍ય કારણ પાણીના વહેણ માટે સડકની લગોલગ બનાવેલ આરસીસી ગટરમાં અને માર્ગમાં આવતી ખનકી તેમજ કોતરોમાં પ્‍લાસ્‍ટિકનો કચરો જમા થતા પાણીનું વહેણ અટકી જાય છે જેને પ્રિમોન્‍સૂન કામગીરી દરમિયાન સાફ-સફાઈ કરવાની આવશ્‍યકતા હોય છે. સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે પ્રજાના હિતને ધ્‍યાનમાં રાખી માર્ગઅને મકાન વિભાગ સ્‍ટેટ વાપી કચેરીનું ધ્‍યાન દોરતા હવે ચોમાસુ નજીકના સમયમાં હોય તાત્‍કાલિક અસરથી સાફ-સફાઈ કરાવે એવી રજૂઆત કરવામાં આવી છે.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

vartmanpravah

શનિવારે વાપીમાં એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયો : અવર જવર થંભી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah

Leave a Comment