Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

સરકારી કામકાજ પોલીસ ક્‍લીયરન્‍સ કે પરિવારને પડતી મુશ્‍કેલીઓ અંગે આરોપીઓને માહિતગાર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ઈન્‍ચાર્જ પોલીસ મહા નિર્દેશક સુરત વાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને વલસાડ પોલીસ હેડક્‍વાટર્સતાલીમ ભવન ખાતે કેફી પદાર્થથી થતા નુકશાન અને તેથી ઉભી થતી વિવિધ સામાજીક-આર્થિક પારિવારીક સ્‍થિતિઓ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
એન.ડી.પી.એસ. ગુનામાં સંડોવાયેલ કુલ 32 આરોપીઓનું પોલીસ ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું હતું. ગુનામાં સામેલ થવાથી ઉભી થતી તમામ ભવિષ્‍યની પરિસ્‍થિતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સરકારી કામકાજોમાં ઉપયોગી પોલીસ ક્‍લિયરન્‍સ મળશે નહી, પરિવારની કાળજી લઈ શકાતી નથી. આર્થિક લાચારીની સ્‍થિતિ પરિવારમાં ઉભી થતી હોય છે. નશો કર્યા પછી વધુ બળાત્‍કાર કે અન્‍ય ગુના આચરાઈ જતા હોય છે. યુવાધન બરબાદ થતું હોય છે તેથી પોતે અને પરિવારને માદક પદાર્થોથી દૂર કેમ રાખવા અંગેનું તમામ 32 આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

ચીખલી તાલુકામાં પાંચેક દિવસ સતત વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા ધરતીપુત્રોમાં ખેતીમાં જોતરાયા

vartmanpravah

Leave a Comment