December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.16: વલસાડના પારડી તાલુકાના પરીયા ખાતે આવેલા નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર ખાતે અખિલ ભારતીય સંકલિત ફળ સંશોધન યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આંબા પાક વિશે રાષ્ટ્રીય કક્ષાએ સંશોધનની કામગીરી ઉપરાંત વર્ષોથી વિકસીત, દેશી તેમજ વિદેશી કેરીની જાતોનું જતન પણ કરવામાં આવે છે. હાલમાં આ કેન્દ્ર ખાતે કુલ ૧૭૦ જેટલી કેરીની જાતો છે. આ કેરીઓની ઉપલબ્ધ વિવિધ જાતોનું ખેડૂત સમુદાય માટે તા.૧૮ અને ૧૯ મે ૨૦૨૩ ના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૫ ના સમય દરમિયાન પ્રદર્શન યોજવામાં આવશે. દરેક ખેડૂતોને આ કાર્યક્રમનો લાભ લેવા સંશીધન વૈજ્ઞાનિક (બાગાયત)ની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

ખેલ વિભાગ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય પ્રિ-સુબ્રતો ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દીવની નિર્મલા માતા સ્‍કૂલ અન્‍ડર 14 બોયઝ અને અન્‍ડર 17 બોયઝમાં ચેમ્‍પિયન

vartmanpravah

પારડીમાં રૂમ ભાડા ના મુદ્દે માલિકના પુત્રએ ભાડુઆતને માર માર્યો

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment