October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ધરમપુરના ઉપક્રમે સ્‍વામી નારાયણસંપ્રદાયના વડા મહંત સ્‍વામી મહારાજના સાનિધ્‍યમાં ધર્મસભા યોજાઈ હતી જેમાં 35000 થી વધુ હરિભક્‍તો જોડાયા હતા.
આજે મહંત સ્‍વામી મહારાજે પીએસવીટીસી એટલે પ્રમુખસ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટ ધરમપુરની મુલાકાત લીધી હતી. ત્‍યાં આઈ.ટી.આઈ ની અંદર અભ્‍યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને દર્શન આશીર્વાદનો લાભ આપી સ્‍વામીશ્રી સ્‍વાગત સભાની અંદર પધાર્યા હતા. અહીં પૂજ્‍ય સ્‍વામીશ્રીએ દરેક હરિભક્‍તોને રૂડા આશીર્વાદ આપી સૌ વિદ્યાર્થી અને પીએસવીટીસી ના સ્‍ટાફને બિરદાવ્‍યા હતા ત્‍યારબાદ મહંત સ્‍વામી મહારાજ સ્‍ટેજ પર પધારી સૌને દર્શન દાન આપ્‍યા હતા. આ પ્રસંગે તિથલ મંદિર રજત જયંતિ મહોત્‍સવ નો ઉદ્ધોષ મહંત સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા રંગબેરંગી ફુગ્‍ગાઓને આકાશમાં છોડી કરવામાં આવ્‍યો હતો.
મહંત સ્‍વામીના આગમન સમયે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત-સામૈયું યોજવામાં આવ્‍યું હતું. એમના સ્‍વાગતમાં સુંદર કલાત્‍મક પ્રવેશદ્વાર સુશોભિત કરવામાં આવ્‍યો હતું. જેમાં આદિવાસી વષાોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે ડાંગી નૃત્‍ય, વિવિધ કરતબો કરી તેમજ નાસિક ઢોલ વગાડી સ્‍વામીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. પરિસરમાં પ્રમુખસ્‍વામી મહારાજના વિચરણની સ્‍મૃતિ કરતા આદિવાસી ગામડાનો માહોલ ઉભો કરવામાં આવ્‍યો હતો.

પ્રસાદીનું ગાડું મુકાયું

1984માં ગુરુહરી પ્રમુખસ્‍વામી મહારાજે ધરમપુરને ધર્મલાભ આપી આંબાતલાટ ગામે પહોંચ્‍યા તે સમયે ધોડિયા અને વારલી જાતિના આ ગામના ભક્‍તોએ સ્‍વામીશ્રીને બળદગાડામાં બેસાડીને ભક્‍તિભાવ પૂર્વક એક નાનામંડપ સુધી લઈ આવ્‍યા હતા એ પ્રસાદીના ગાડાનું પૈડું અહીં દર્શન માટે રાખવામાં આવ્‍યું હતું.
આ સ્‍વાગત સમારોહમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 50થી અધિક સંતો, 2000 જેટલા કાર્યકરો સ્‍વયંસેવકો અને 35000થી વધુ ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન(પ.) ઉપર ટેક્ષી પાર્કિંગનો મુદ્દો ગરમાયોઃ સ્‍ટેશન માસ્‍ટરે નન્નો ભણ્‍યો: પાર્કિંગનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો હોવાથી ટેક્ષી પાર્કિંગ અટકાવાયું હોવાનો ટેક્ષી ચાલકોનો આક્ષેપ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

vartmanpravah

Leave a Comment