June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ માટે વિવિધ સ્‍થળોએ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે. જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્‍યક્‍તિ વંચિત ના રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્‍પ યાત્રા યોજાઈ રહી છે. એ નિમિત્તે વાપીમાં તા.05/01/2023 અને તા.6/01/2023ના રોજ સેવાસેતુ યોજવામાં આવશે. તા.05/01/2023 ના રોજ વાપીમાંનગરપાલિકા ફાયર સ્‍ટેશનની બાજુમાં મોરારજી દેસાઇ શોપીંગ સેન્‍ટરમાં સવારે 10 થી 12 દરમ્‍યાન તથા ચલા ખાતે સરદાર પટેલ શાકભાજી માર્કેટમાં બપોરે 3 થી 5 દરમ્‍યાન વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે. તા.06/01/2023ના રોજ નગરપાલિકા ડુંગરા ઝોન કચેરી પાસે સવારે 10 થી 12 દરમ્‍યાન તથા વાપી સુલપડ મુખ્‍ય પ્રાાથમિક શાળામાં બપોરે 3 થી 5 દરમ્‍યાન વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે. આ સેવાસેતુમાં આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સિનિયર સીટીઝનનો દાખલો, વિધવા સહાય યોજના, વૃધ્‍ધ સહાય યોજના, રાશનકાર્ડની સેવાઓ, જન્‍મ-મરણના દાખલા, ડોમીસાઈલ સેવા, આકારણી પત્રક વિગેરે સેવાઓ માટે એ જ દિવસે અરજી રજૂ કરી શકાશે. જે નિકાલ કરવાપાત્ર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવશે. જે માટે વિવિધ સરકારી વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ અરજીઓના નિકાલ માટે સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ લેવા નગરપાલિકા દ્વારા અપીલ થઈ છે.

Related posts

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

દાનહના 71મા ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

Leave a Comment