Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ-બિયરના પ્રભાવને ખતમ કરવા ચૂંટણી તંત્રએ શરૂ કરેલી કવાયત: સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે પ્રદેશના 8 ડિસ્‍ટિલરી પ્રબંધકો સાથે બેઠક કરી આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુક્‍ત, ન્‍યાયી, પારદર્શક અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા માટે પ્રદેશના ચૂંટણી વિભાગ દ્વારા અગમચેતીના અનેક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. આજે મુખ્‍ય ચૂંટણીઅધિકારી શ્રી ટી. અરૂણના નેતૃત્‍વમાં પ્રદેશના 8 ડિસ્‍ટિલરી પ્રબંધકો સાથે પણ આ મુદ્દે ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણી દરમિયાન ખુબ જ મોટાપાયે દારૂ-બિયરની ખુલ્લેઆમ લ્‍હાણી કરી મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો લગભગ તમામ પક્ષ અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા હોય છે. સંઘપ્રદેશના ચૂંટણી તંત્રએ આ વખતે દારૂ-બિયરનો પ્રભાવ ચૂંટણી પ્રક્રિયામાં નહીં પડે તે માટે દારૂ-બિયરનું ઉત્‍પાદન કરતી ડિસ્‍ટિલરીઓ માટે માપદંડ જાહેર કરાયા છે.
દરમિયાન જિલ્લા સ્‍તરીય નોડલ અધિકારી આઈએમએફએલ, બિયર અને દેશી દારૂના જુદા જુદા પ્રપત્રોમાં પ્રોફોર્મા અનુસાર દૈનિક રિપોર્ટ રાજ્‍ય સ્‍તરીય નોડલ અધિકારીને રજૂ કરશે. જેના કારણે દારૂ-બિયરના જથ્‍થાની આવક અને જાવકનો હિસાબ દૈનિક સ્‍તરે ચૂંટણી તંત્રને મળતો રહેશે.

Related posts

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment