(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બે દિવસ માટે વિવિધ સ્થળોએ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે. જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ના રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. એ નિમિત્તે વાપીમાં તા.05/01/2023 અને તા.6/01/2023ના રોજ સેવાસેતુ યોજવામાં આવશે. તા.05/01/2023 ના રોજ વાપીમાંનગરપાલિકા ફાયર સ્ટેશનની બાજુમાં મોરારજી દેસાઇ શોપીંગ સેન્ટરમાં સવારે 10 થી 12 દરમ્યાન તથા ચલા ખાતે સરદાર પટેલ શાકભાજી માર્કેટમાં બપોરે 3 થી 5 દરમ્યાન વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે. તા.06/01/2023ના રોજ નગરપાલિકા ડુંગરા ઝોન કચેરી પાસે સવારે 10 થી 12 દરમ્યાન તથા વાપી સુલપડ મુખ્ય પ્રાાથમિક શાળામાં બપોરે 3 થી 5 દરમ્યાન વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે. આ સેવાસેતુમાં આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સિનિયર સીટીઝનનો દાખલો, વિધવા સહાય યોજના, વૃધ્ધ સહાય યોજના, રાશનકાર્ડની સેવાઓ, જન્મ-મરણના દાખલા, ડોમીસાઈલ સેવા, આકારણી પત્રક વિગેરે સેવાઓ માટે એ જ દિવસે અરજી રજૂ કરી શકાશે. જે નિકાલ કરવાપાત્ર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવશે. જે માટે વિવિધ સરકારી વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ અરજીઓના નિકાલ માટે સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ લેવા નગરપાલિકા દ્વારા અપીલ થઈ છે.