October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ પોલીસ સામાન્‍ય નાગરિકો માટે શ્રેષ્‍ઠ મિત્ર પણ અસામાજિક તત્ત્વો માટે કાળઃ એસ.પી. આર.પી. મીણા

દમણના નવનિયુક્‍ત એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાનો નવતર પ્રજાવત્‍સલ અભિગમઃ લોકો વચ્‍ચે જઈ પોલીસની કામગીરીની શરૂ કરેલી સમીક્ષાઃ પોલીસને વધુ પ્રજામિત્ર બનાવવા કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લાના નવનિયુક્‍ત એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ આજે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે પોલીસ દરબારનું નવતર આયોજન કર્યું હતું. જેમાં ગામલોકો સાથે વિવિધ મુદ્દે ખુબ જ આત્‍મિયતાથી સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લાના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ જણાવ્‍યું હતું કે, દમણ પોલીસ નીતિ-નિયમોનું પાલન કરતા સામાન્‍ય નાગરિક માટે શ્રેષ્‍ઠ મિત્ર છે. પરંતુ નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરતા અને અસામાજિક તત્ત્વો માટે બચવું મુશ્‍કેલ રહે તે પ્રકારની કાર્યપ્રણાલી છે. તેમણે નાગરિકોને પોતાના આસપાસ ચાલતી કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિની ભયમુક્‍ત બની પોલીસનેજાણકારી આપવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, જાણકારી આપનારની ગુપ્તતા પણ ખાનગી રહેશે. તેમણે એક ગુનાખોરીમુક્‍ત અને નિર્ભય સમાજની રચના કરવાનો સંદેશ આપ્‍યો હતો.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દમણ પોલીસના પ્રયાસની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, લોકોને ખાખી વર્દીથી હંમેશા ડર લાગતો હોય છે, પરંતુ નવા એસ.પી. સાહેબ શ્રી આર.પી.મીણાએ આ લોકોમાં ભય દૂર કરવા નવતર પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, હવે અસામાજિક તત્ત્વોએ જ પોલીસથી ડરવું પડશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણા અને પી.એસ.આઈ. શ્રી ધનજીભાઈ ડોબરિયાએ મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

vartmanpravah

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment