April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે સ્‍પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતાઃ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: મહારાષ્‍ટ્રના ત્ર્યંબકેશ્વર નાશિક ખાતે ટી.એસ. સોટોકાન કરાટે એસોસિએશન ઓફ ઈન્‍ડિયા દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે ચેમ્‍પિયનશીપનું તા.7 અને 8મી જાન્‍યુઆરી 2023ના રોજ આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધામાં સમગ્ર ભારતમાંથી 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વલસાડ જિલ્લાના ખેલાડીઓએ મોટી સફળતા મેળવતા ટ્રિપલ મેડલની સિદ્ધિ હાંસલ કરી હતી. જિલ્લાના (1) વિરેન્‍દ્ર પટેલે ગોલ્‍ડ મેડલ, (2) કિરણ માળીએ – સિલ્‍વર મેડલ, અને (3) નીતા પટેલે બ્રોન્‍ઝ મેડલપોતાના નામે કર્યો હતો.
જિલ્લાના ત્રણેય ખેલાડીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ પ્રાપ્ત કરી પરિવાર, ગામ, તાલુકા અને જિલ્લાનું સમગ્ર દેશમં ગૌરવ વધાર્યું છે. ખેલાડીઓના પરિવાર સહિત અનેક લોકોએ વિજેતાઓને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે એમને તાલીમ આપનારા શિક્ષકો જતિનકુમાર છનાભાઇ પટેલ, ગુજરાત રાજ્‍યના મુખ્‍ય પ્રશિક્ષક અને ગુજરાત રાજ્‍યના ઉપપ્રમુખ અનિલ જે. માંગેલાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

Leave a Comment