Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘અબકી બાર 400 કે પાર’: મિશન-2024નો દમણથી પ્રદેશ ભાજપે કરેલો પ્રારંભ = દમણ-દીવની લોકસભા બેઠક 40 હજાર કરતા વધુ મતોની સરસાઈથી જીતવા લક્ષ્યાંક

  • બૂથ અને મંડળના તમામ કાર્યકરોનો જોમ અને જુસ્‍સો સાતમા આસમાને : સંકલ્‍પથી સિદ્ધિ મેળવવા સજ્જ

  • પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, સહ પ્રભારી દુષ્‍યંત પટેલ, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, સાંસદ લાલુભાઈ પટેલ તથા વરિષ્‍ઠ નેતા બી.એમ.માછીએ આપેલું મનનીય માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દુણેઠાના ડયુન્‍સ રેસિડેન્‍સીના સભાખંડમાં આજે દમણ જિલ્લા કાર્યકર્તા સંમેલનની સાથે મિશન-2024નો વિધિવત આરંભ કર્યો હતો. પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદીએ કાર્યકર્તાઓને જોમ અને જુસ્‍સાનો જબરજસ્‍ત ડોઝ આપ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દમણ જિલ્લાના તમામ બૂથોના કાર્યકર્તાઓના સંમેલનનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં કાર્યકર્તાઓને બૂથ મેનેજમેન્‍ટથી લઈ મતદાનનું કાર્ય પૂર્ણ થાય ત્‍યાં સુધીની જવાબદારીના નિર્વાહન માટે પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી, સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, વરિષ્‍ઠ નેતા શ્રી બી.એમ.માછીએમનનીય માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ‘અબકી બાર 400 કે પાર’ના સૂત્ર સાથે લોકસભાની ચૂંટણીમાં જવાનું છે અને દમણ-દીવની બેઠક 40 હજાર કરતા વધુ મતોથી જીતવાનો નિર્ધાર કરવા તમામ કાર્યકર્તાઓને આહ્‌વાન કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લાના પ્રત્‍યેક બૂથમાં ભાજપના ઉમેદવારનું કમળ લીડ કરવું જોઈએ. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગેરંટીથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં થયેલા વિવિધ વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે અનેક દાખલા-દલીલો સાથે સમજાવ્‍યું હતું કે, દેશના ઇતિહાસમાં પહેલી વખત વિશ્વના નેતાના સ્‍વરૂપમાં આપણને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી મળ્‍યા છે. તેથી આવનારો સમય વિશ્વમાં ભારતનો રહેવાનો છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકો ઉપર ભાજપનું કમળ ખિલે તે પાકું કરવાની જવાબદારી તમામ નિઃસ્‍વાર્થ કાર્યકર્તાઓની હોવાનું જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલે કાર્યકર્તાઓને બૂથ જીતવા અને તેને સશક્‍ત કરવા પ્રેરિત કર્યા હતા. પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, આ કાર્યકર્તા સંમેલન 2024ની લોકસભા ચૂંટણીનો શંખનાદ છે.‘અબકી બાર 400 કે પાર’ના નિર્ધાર સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બેઠક જ્‍વલંત માર્જીનથી જીતવા કાર્યકરોને પનારો ચઢાવ્‍યો હતો.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે મોદી સરકારના શાસન દરમિયાન થયેલા વિકાસના કામોનો ઉલ્લેખ કરી જણાવ્‍યું હતું કે, આપણે મતદારો પાસે પ્રદેશના વિકાસના કામોને લઈને જઈ શકીએ એવી મજબૂત સ્‍થિતિ છે. કારણ કે, દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે.
પ્રારંભમાં સ્‍વાગત વક્‍તવ્‍ય દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ કર્યું હતું. સોશિયલ મીડિયાના પ્રદેશ કન્‍વીનર શ્રી આશિષ પટેલે સોશિયલ મીડિયાનું ચૂંટણી દરમિયાન મહત્‍વ સમજાવ્‍યું હતું.
સમગ્ર કાર્યક્રમને ખુબ જ સુંદર રીતે સંચાલન પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલે કર્યું હતું. આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદા, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તેમજ સરપંચો, જિલ્લા પંચાયતના સભ્‍યો તથા વિવિધ મંડળોના પ્રમુખો અને બૂથના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
———

Related posts

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

વાપી નામધા હનુમંત રેસીડેન્‍સીમાં જુગાર રમતા છ બિલ્‍ડર-કોન્‍ટ્રાક્‍ટર ઝડપાયા

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

માંડા ખાતે ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્‍ય અને જન્‍મભૂમિ પ્રત્‍યે નિઃસ્‍વાર્થ સેવા આપનારા સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટે જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

Leave a Comment