September 2, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કૂલની સામેના માર્ગ તેમજ નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારીગલ્લાવાળાઓએ કરેલા દબાણના કારણે સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્‍યા સર્જાતી હતી. જે સમસ્‍યાના નિવારણ માટે પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે પીડબ્‍લ્‍યુડી વિભાગ તેમજ પોલીસ તંત્રનું ધ્‍યાન દોર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને પી.ડબ્‍લ્‍યુ.ડી.ના અધિકારીઓ સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ જોડાઈને દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કૂલની સામેના માર્ગ અને નારગોલ રોડ ઉપર કબજો જમાવવા માટે પાથરણાવાળાઓએ લારી ગલ્લા અને કામચલાઉ કેબીનો બનાવી દીધી હતી. જેને જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્‍યા હતા. આ કામગીરી બાદ ટ્રાફિક સમસ્‍યા અને અકસ્‍માત સર્જાવવાની શકયતા દૂર થવા પામી છે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ કોસંબાના મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવી : પોલીસ અને કોસ્‍ટગાર્ડની દોડધામ

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડામાં કેમીકલ ભરેલું ટેન્‍કર ઝાડ સાથે અથડાતા કેમિકલ ખેતરમાં વહી જતાં પાકને થયેલું ભારે નુકસાન

vartmanpravah

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah

મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થતાં  કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ ભાજપાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

Leave a Comment