October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં રખડતા જાનવરોએ જાહેર રોડ ઉપર રેસ લગાવતા ભયનો માહોલ છવાયો

વાપીમાં રખડતા ઢોરની પારાવાર સમસ્‍યા શહેરીજનો માટે આફતરૂપ બની રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી વિસ્‍તારમાં રખડતા ઢોરોની સમસ્‍યા માજામુકી રહી છે. આજે એવા રખડતા ઢોરના એક ટોળાએ ગુંજન વિસ્‍તારમાં જાહેર રોડ ઉપર રેસ લગાવતા એક તબક્કે ભયનો માહોલ છવાઈ ગયો હતો.
વાપીમાં રખડતા ઢોરોની સમસ્‍યા સામે નોટિફાઈડ અને પાલિકા નજર અંદાજ કરી રહેલ છે. વાપી ટાઉનમાં બલીઠા હાઈવે સર્વિસ રોડ કે ગુંજન વિસ્‍તારમાં રખડતા ઢોર અડિંગા લગાવી જ્‍યાં ત્‍યાં બેસી રહ્યાની સામાન્‍ય વાત બની ગયેલ છે. જાહેર ટ્રાફિકને અડચણરૂપ બનતા ઢોરો માટે પાલિકા ક્‍યારેક ક્‍યારેક કામ ચલાઉ કાર્યવાહી કરતી જોવા મળે છે પણ સમસ્‍યાના કાયમી અંતે માટે કોઈ ઠોસ પગલા ભરાતા નથી. આજે મંગળવારે બપોરે એવા રખડતા ઢોરોનું એક ટોળુ ગુંજન પોલીસ ચોકીથી અંબામાતા સર્કલ રોડ ઉપર પુછડા ઊંચા કરી રેસ લગાવી હતી તેથી વાહન ચાલકો ભયભીત બની ગયા હતા. ક્‍યારેક આવા ઢોર મોટો અકસ્‍માત કે જાનહાની સર્જી શકે તેવુ કહેવુ જરાપણ ખોટું નથી. વાપી હાઈવે ઉપર બલીઠાના અસંખ્‍ય ઢોર સર્વિસ રોડ ઉપર સવાર-સાંજ ટોળે ટોળા નિકળે છે. પરિણામે ટ્રાફિક સમસ્‍યા ઠેર ઠેર ખડકે છે. જુદી જુદી ટુકડીમાં નિકળતા માલિક વગરના ઢોર વાપીમાં શિરોવેદના બની ગયેલ છે તેથી માંગ ઉઠી છે કે રખડતા ઢોરોની સમસ્‍યાનો અંત આવે.

Related posts

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

વાપીમાં ગાંધી જયંતિની ઉજવણી : ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાથે ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment