April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ પ્રેરિત અને ભાનુ ચેમ્‍પસની ટીમ દ્વારા આયોજિત ઉતરાયણ-2024 નો અનોખો ઉત્‍સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આગામી 12 અને 13 જાન્‍યુઆરી 2024નાસાંજના 07:30 વાગ્‍યે સાંઈરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાના દાંડિયા રાસ”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના ગ્રાઉન્‍ડમાં સાંજે 07:30 વાગ્‍યે આયોજન કરવામાં આવ્‍યું છે. આ આયોજનનો ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો હોય વાપીના બિલ્‍ડરો અને ઉદ્યોગકારોએ પણ સહકાર આપવાની ખાતરી આપી છે. જે અંગે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં ઉપસ્‍થિત પ્રકાશ ભદ્રા, ટ્રસ્‍ટના પ્રમુખ અરવિંદ ભાઈએ વિગતો આપી હતી કે, શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ પ્રેરિત અને ભાનુ ચેમ્‍પસની ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આરોગ્‍યલક્ષી સેવાઓમાં મદદ, બાળ કન્‍યા શિક્ષણને ટેકો આપવો અને ફૂડ ફેસ્‍ટીવલ દ્વારા સ્‍ટોલ ધારકોને આત્‍મનિર્ભર અને નવા સ્‍ટાર્ટઅપના ઉદ્દેશથી (ફૂડ ફેસ્‍ટીવલ 2.0 આવો માણીએ ઉત્‍સવ સ્‍વાદનો)નું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમમાં સમાજની બહેનો દ્વારા પ્રેમભાવથી બનાવેલ વિવિધ વાનગીઓ જેવી કે કચ્‍છી દાબેલી, જામનગરના ભૂંગળા-બટેટા, ઘૂઘરા, દહીવડા, પાણીપુરી, પાઉંભાજી, ખીચ્‍યું, પીઝા, આઈસ્‍ક્રીમ, મોકટેલ્‍સ, અને વિવિધ જાતના કેક જેવી વાનગીઓનો વાપીની જનતા સ્‍વાદ માણી શકાશે.તેમજ આયોજિત આ 2 દિવસ દરમ્‍યાન ભાનુ ચેમ્‍પ્‍સની ટીમ દ્વારા આ સોશિયલ પ્રોજેક્‍ટ (2024 કા રસરંગ નૈતિક નાગડા કે સંગ અને સાંઈરામ દવેનો દરબાર) ને માણવા માટે અને આ ઉમદા કાર્યમાં સહકાર અને સમર્થન આપવા આપ સહપરિવાર પધારવા અપીલ કરી હતી. જો કે, સમગ્ર કાર્યક્રમ માટે એક દિવસના વ્‍યક્‍તિદીઠ 300 રૂપિયા અને 2 દિવસના વ્‍યક્‍તિ દીઠ 500 રૂપિયાના પાસ રાખવામાં આવ્‍યા છે. જે ઓનલાઈન અથવા તો કાઉન્‍ટર પરથી મળશે.
સમગ્ર ઈવેન્‍ટ માટે પરમ ઈન્‍ફ્રાના દીપેશભાઈ, ભાવિનભાઈ, કિશોરભાઈ એમ.એમ. ગ્રુપના મેહુલભાઈ આહીર અને પરિવારના સભ્‍યો શક્‍તિ ઈન્‍ફ્રાના શંકરભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈ, સન ક્રિયેટર્શના લીલાધરભાઈ, હિતેશભાઈ, ભરતભાઈ ભાનુ કનેકટના હિતેશભાઈ પ્રમુખ ગ્રુપના જગદીશભાઈ ભાઠેલા એન્‍ટરપ્રાઈઝના વિવેકભાઈ ટર્નીંગ પોઈન્‍ટના નીલેશભાઈ ગાલાનો એન.આર. ગ્રુપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ અને વાપીની ઘણી કંપનીઓનો અમુલ્‍ય ફાળો અને સહકાર મળ્‍યો છે.
આ આયોજનને સફળ બનાવવા ભાનુ ચેમ્‍પ્‍સની ટીમ છેલ્લા 3 મહિનાથી સખત મહેનત કરી રહી છે. વાપી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટના પ્રમુખ અરવિંદભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, વિરેનભાઈ, ભીમજીભાઈ, ભરતભાઈ અને સમાજની કમિટીના મેમ્‍બરો તથા વાપીના આજુબાજુના ભાનુશાલી સમાજના સહયોગી મંડળો તથા વિવિધસમાજોના પ્રેમ, સહકાર અને માર્ગદર્શનથી આ પ્રોજેકટ દ્વારા ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ મેગા ઈવેન્‍ટમાં વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સતીશભાઈ, સેક્રેટરી કલ્‍પેશભાઈ, એડવાઈઝરી બોર્ડના સર્વ મેમ્‍બરો અને વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના સર્વ સભ્‍યોનું સમર્થન મળ્‍યું છે. સાથેસાથે સેવાભાવીની ટીમ અને રોટરેકટ ક્‍લબ ઓફ વાપીના ટીમ મેમ્‍બરો આ ઈવેન્‍ટમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, વાપી રોટરી ક્‍લબ દ્વારા પણ 7મો મફત આર્ટિફિશિયલ લિમ્‍બ અને હેન્‍ડ કેમ્‍પ આયોજિત કરવામાં આવ્‍યો છે. હાથ અને પગ દ્વારા અસક્‍ત થયેલાઓને શક્‍તિશાળી બનાવવાના આ પ્રયાસમાં મુંબઈ સાઉથ રોટરી ક્‍લબ સાથે સહયોગી રૂપે આયોજિત કરવામાં આવ્‍યો છે. આ કેમ્‍પ આગામી 17મી જાન્‍યુઆરીથી 21મી જાન્‍યુઆરી સુધી પાંચ દિવસ સુધી યોજાશે. આ કેમ્‍પ રોફેલ કોલેજ જીડીસી કેમ્‍પસ પર યોજાશે જેમાં વહેલા તે પહેલાના ધોરણે 100 પગ અને 50 હાથ પુરા પાડવામાં આવશે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

vartmanpravah

Leave a Comment