Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 25મી એપ્રિલના રોજ સંઘપ્રદેશમાં આગમન નિમિતે અર્પણ કાર્યક્રમના અનુસંધાનમાં શાળાઓમાં 21મી એપ્રિલથી 2પમી એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શાળા કક્ષાની વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કેન્‍દ્ર શાળાઓમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં પેટા શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી દરેક કેન્‍દ્ર શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાની સ્‍પર્ધા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ઝંડાચોક સેલવાસ ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં સેલવાસ અને ખાનવેલ બ્‍લોકમાં આવતી વિવિધ શાળાના 30 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં સેલવાસ બ્‍લોકમાંથી પ્રથમ ક્રમ કુ.લક્ષ્મી ધ્‍યાનેશ્વર પાટીલ (કેન્‍દ્ર શાળા સેલવાસ અંગ્રેજી માધ્‍યમ) તેમજ દ્વિતીય ક્રમ કુ. વર્ષા ઉમેશ યાદવા (કેન્‍દ્ર શાળા સેલવાસ અંગ્રેજી માધ્‍યમ) અને ખાનવેલ બ્‍લોકમાંથી પ્રથમ ક્રમ કુ. સ્‍મિતા વેંકટ કૂલમાલી (કેન્‍દ્ર શાળા ખાનવેલ મરાઠી માધ્‍યમ) તેમજ દ્વિતીય ક્રમ શ્રી સુશિલ લક્ષીમન દાધાવ (પ્રાથમિક શાળા ઉમરવરણી ગુજરાતી માધ્‍યમ)એમળવ્‍યો હતો.

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

દમણમાં સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્‍ડેશનનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment