January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
આણંદ, તા.11: ભારત વિકાસ પરિષદ ગુજરાત દ્વારા મધ્‍યગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ એમ ત્રણ પ્રાંતોનો મહાઅભ્‍યાસવર્ગ, આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે તા.6 અને 7 જાન્‍યુઆરીના રોજ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ત્રણેય પ્રાંતના મુખ્‍ય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મળીને કુલ 528 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.
રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ પ્રચારક શ્રી અતુલજી લિમિયેએ સ્‍વ આધારિત વિકાસ, પુનરુથ્‍થાન વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપતાં સુશ્રી ઈન્‍દુમતીબેન કાટદરેએ કુટુંબ વિમર્શ, સરદાર પટેલ નૂતન ભારતના દીર્ઘદૃષ્ટા વિષય ઉપર શ્રી ડૉ. વસંતભાઈ પટેલે અને ભારતીય સંસ્‍કળતિ અને સમાજ જીવનમાં ગાયનું મહત્‍વ પર બંસી ગૌશાળાના શ્રી ગોપાલભાઈ સુતરીયાએપ્રભાવી વક્‍તવ્‍ય આપ્‍યું હતું. સમાપન સત્રમાં આર.એસ.એસ.ના પશ્ચિમ કર્ણાવતીના વિભાગીય સંઘચાલક શ્રી હરેશભાઈ ઠક્કર અને ભા.વિ.પ.ના એડિશનલ નેશનલ ફાયનાન્‍સ સેક્રેટરી શ્રી શરદભાઈ ઠાકરએ સુંદર વક્‍તવ્‍ય આપ્‍યું હતું. આમ એકંદરે ખૂબ સફળ અને સરસ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દાદરાના વાઘધરા નજીક દમણગંગા નદીમાં ફસાયેલ બે ગાયોને દાનહ ડિઝાસ્‍ટર-ફાયરની ટીમને સુરક્ષિત બહાર કાઢવા મળેલી સફળતા

vartmanpravah

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

Leave a Comment