Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: ચીખલી સર્કિટ હાઉસમાં ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના ચેરમેન રજનીકાંતની અધ્‍યક્ષતામાં કોંગ્રેસ પક્ષના મેન્‍ડેટથી તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડનારા ઉમેદવારો સહીતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં રચનાત્‍મક આંદોલાત્‍મક કાર્યો, અસત્‍યનો પડકાર સત્‍યથી કરવા જવા વિવિધ પર શિક્ષણઆપવામાં આવ્‍યું હતું.
બેઠક દરમ્‍યાન ધારાસભ્‍ય અનંત પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, ભાજપના શાસનમાં પંચાયતી રાજના હક્ક અને અધિકારો છીનવાઈ ગયા છે. હવે તો ગ્રામસભામાં કયાં મુદ્દે ચર્ચા કરવાની તે ઉપરથી જ તૈયાર કરેલ લખાણ આવતું હોય છે.
આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સમરસ ગ્રામ પંચાયત યોજનાએ ગામના નાગરિકોની લોકશાહી છીનવી લેવાનું એક મોટું ષડયંત્ર છે અને તે માટે જાગૃતતા કેળવવા જરૂરી સૂચનો તેમણે કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા રાજીવ ગાંધી પંચાયત રાજના કન્‍વીનર રિયાઝભાઈ પિયુષભાઈ ઢીમ્‍મર તથા સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્‍થિત રહી આવનાર 2024 ની લોકસભાની ચૂંટણી માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા આ પૂર્વે નવસારીમાં પણ પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયત રાજની બેઠક યોજવામાં આવી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

વલસાડ તિથલ બિચ પર સન્‍ડે સ્‍પોર્ટસ કલબ દ્વારા મેરેથોન યોજાઈ, 1300થી વધુ લોકો ઉત્‍સાહભેર દોડ્‍યા

vartmanpravah

દાનહના દપાડામાં કંપની સ્‍ટાફની બસે મોપેડચાલકને મારેલી ટક્કરઃ મોપેડચાલક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment