Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

પારડી નગરપાલિકા, બિરસા મુંડા સર્કલ, ભાજપ કાર્યાલય, રામચોક, અભિનવ પાર્ક, અને સરસ્‍વતી શિશુ મંદિર સહિતના સ્‍થળોએ મહાનુભવોના હસ્‍તે થયું ધ્‍વજવંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: 26 જાન્‍યુઆરી 2024 એટલે ભારત વર્ષનો 75મો પ્રજાસત્તાક દિન. 1950ના 26 જાન્‍યુઆરીના રોજ અમલમાં આવેલા બંધારણને લઈ ખરેખરએ દિવસથી ભારત વર્ષને આઝાદી મળી એમ કહેવાય આ જ બંધારણ અને આઝાદીને લઈ પોતાની રીતે પોતે નિર્ણય કરવામાં આઝાદ ભારતે અનેક શોધ ખોળો તથા અભ્‍યાસ ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, ઔધોગિક ક્ષેત્રે જેવા અનેક ક્ષેત્રે હરણફાળ ભરી આપણા દેશ ભારતને વિશ્વના ટોચના ફલક પર બેસાડ્‍યો છે.
પારડીમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાંસૌપ્રથમ પારડી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર ભૂપેન્‍દ્ર બી. ભાવસાર દ્વારા ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યું હતું. દરેક વર્ષની જેમ પારડીના તમામ પ્રબુદ્ધ નાગરિકો, મહાનુભવો, નગર પાલિકા માજી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત સદસ્‍યો, ડોક્‍ટરો વગેરે પારડી નગરપાલિકા ખાતે ભેગા થઈ એક સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્‍યારબાદ પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પારડીના વિવિધ વિકાસના કામોની ઝાંખી ઉપસ્‍થિત સૌની હાજરીમાં આપી મહેમાનોનું સ્‍વાગત તથા સાંસ્‍કળતિક કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.
એવી જ રીતે પારડી જૂના બસ સ્‍ટેન્‍ડ બિરસા મુંડા સર્કલમાં પારડી ધ્‍વજ સમિતિ દ્વારા પારડીના વેપારી મંડળના પ્રમુખ ભરતભાઈ વોહરાના હસ્‍તે ધ્‍વજવંદન કરાવી દર વર્ષે અલગ અલગ મહાનુભાવોને હસ્‍તે ધ્‍વજવંદન કરાવવાનો સીલસિલો ચાલું રાખવામાં આવ્‍યો હતો. બિરસા મુંડા સર્કલ નજીક આપણને કોમી એકતાના પણ દર્શન થતા જોવા મળ્‍યા હતા. અહીં ખૂબ મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ બિરાદરોએ ઉપસ્‍થિત રહી ધ્‍વજવંદન કર્યું હતું.
પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપ શહેર યુવા મોરચા ઉપપ્રમુખ સહીન પટેલના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. ભાજપ હંમેશા પોતાના યુવા કાર્યકર્તાઓને ગાડીનુંએન્‍જિન સમજી દરેક કાર્યમાં આગળ ધરતી હોય છે, આ પરંપરા ભાજપ કાર્યાલયે નિભાવી રાખી છે અહીં ધ્‍વજવંદન કાર્યક્રમમાં ઉપસ્‍થિત જૂના અને વડીલ કાર્યકર્તાઓનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત પારડી રામચોક ખાતે પૂર્વ આર્મી મેન અને ભાસ્‍કર ધૃતિ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ એવા ડોક્‍ટર પ્રખર ભારદ્વાજના હસ્‍તે, સરસ્‍વતી શિશુ મંદિર ખાતે ઉષાબેન સંજીવ નાયર સ્‍વતંત્ર ડિરેક્‍ટર પાવર ફાયનાન્‍સ કોર્પોરેશન સેલવાસના હસ્‍તે તથા અભિનવ પાર્કમાં ડોક્‍ટર તપન દેસાઈના હસ્‍તે ધ્‍વજ વંદન કરાવી સમગ્ર નગરમાં ખૂબ ઉલ્લાસથી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખને છે કે રાષ્‍ટ્રીય સંઘ દ્વારા પણ નગરમાં દરેક વસ્‍તુઓમાં જઈ ભારત માતા પૂજન પણ કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

પારડીમાં વાપી-ધુલે એસ. ટી. બસને નડ્‍યો અકસ્‍માત: બસમાં સવાર 60 જેટલા મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

Leave a Comment