October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

દમણના કલેક્‍ટર તપસ્‍યા રાઘવ, ન.પા. પ્રમુખ સોનલબેન પટેલ, જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા સહિત મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી પાઠવેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
દાદરા નગર હવેલી અને દમણ-દીવના એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા નાની દમણના મશાલ ચોક ખાતે આજે સાંજે 7.00 વાગ્‍યે સીડીએસ-જનરલ શ્રી બિપિન રાવત, તેમની પત્‍ની શ્રીમતી મધુલિકા રાવત અને અન્‍ય 11 આર્મી પર્સનલની દુર્ઘટનામાં અસમાયિક થયેલા નિધનના સંદર્ભમાંમીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિ.પં.પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા), પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ ન.પા. ઉપ પ્રમુખ શ્રી આશિષભાઈ ટંડેલ,કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ઈશ્વર, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, મુસ્‍લિમ એસોસિએશનના શ્રી ખુરશીદભાઈ માંજરા સહિત અનેક આગેવાનો જોડાયા હતા.
આ પ્રસંગે દાનહ અને દમણ-દીવ એક્‍સ એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન કૈલાશભાઈ શર્માએ દિવંગત સીડીએસ શ્રી બિપીન રાવતે સર્જીકલ સ્‍ટ્રાઈક સમયે ભજવેલી વ્‍યૂહાત્‍મક ભૂમિકાની યાદ તાજી કરાવી હતી અને તેમની અણધારી વિદાયથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાની લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોએ મીણબત્તી પ્રગટાવી અને બે મિનિટનું મૌન પાળી હેલીકોપ્‍ટર દુર્ઘટનાનો શિકાર બનનારા તમામ સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Related posts

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

ડુંગરા પોલીસે કરવડ-તંબાડી ત્રણ રસ્‍તા પાસે ચોરીના ઈરાદે આવેલા યુવકની અટકાયત કરી

vartmanpravah

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર નરેન્‍દ્ર કુમાર સેવાનિવૃત્તઃ નિવૃત્તિની પૂર્વ સંધ્‍યા પહેલાં દીવ ન.પા.ની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું જાહેરનામું બહાર પાડી બતાવેલી પોતાની કાર્યનિષ્‍ઠા

vartmanpravah

Leave a Comment