Vartman Pravah
Breaking Newsદમણ

દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા 61મા મુક્‍તિ દિવસની શાનદાર રીતે કરાયેલી ઉજવણી

  • દાનહ અને દમણ-દીવના એકત્રીકરણ બાદ દરેક ક્ષેત્રમાં વિકાસની ખુલેલી નવી દિશાઓ : પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલ

  • દમણ અને દીવનો વિસ્‍તાર નાનો હોવા છતાં મોદી સરકારે વિકાસ અને સુદૃઢ આયોજન દ્વારાપ્રદેશનું સર્વોચ્‍ચ શીખરે પહોંચાડેલું નામ : સાંસદ લાલુભાઈ પટેલ

  • મુક્‍તિ દિનની ઉજવણીના સંદર્ભમાં સોશિયલ મીડિયામાં બેફામ ટીકા-ટીપ્‍પણી કરનારાઓને પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સણસણતો જવાબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19

ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા આજે દમણ-દીવના 61માં મુક્‍તિ દિવસની ઉજવણીના અવસર પર પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે સવારે 10.00 વાગ્‍યે ધ્‍વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના હસ્‍તે ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું.
સમારોહના શરૂઆતના વક્‍તવ્‍યમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રદેશની જનતાને મુક્‍તિ દિવસની શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે પોર્ટુગીઝોના ગુલામીમાંથી મુક્‍તિ અપાવનારા, પ્રદેશને આઝાદ કરાવનાર સ્‍વાતંત્ર્ય સેનાનીઓને હું નમન કરું છું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આઝાદી બાદ દમણ-દીવે એક નાના કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે પોતાની ઓળખ જાળવી રાખી છે. પરંતુ ર014 પછી મોદી સરકારે આ પ્રદેશના વિકાસ માટે ઘણા પગલાં લીધા છે. આજે પણ ભલે ભૌગોલિક વિસ્‍તાર નાનો છે પરંતુ વિકાસ અને સુદૃઢ આયોજનદ્વારા મોદી સરકારે આ પ્રદેશનું નામ સર્વોચ્‍ચ શીખરે પહોંચાડી દીધું છે. જે માટે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને સંઘપ્રદેશના દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માનું છું.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, હું દમણ-દીવની જનતાને 61માં મુક્‍તિ દિવસ પર અભિનંદન પાઠવું છું અને પ્રદેશની આઝાદી માટે બલિદાન આપનાર બહાદુર સ્‍વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, 2016 પછી આપણા પ્રદેશમાં વિકાસની ઝડપ વધી છે, આજે આપણે શાંતિપૂર્ણ, સૌમ્‍ય, સુંદર અને વિકસિત પ્રદેશ તરફ આગળ વધી રહ્યા છીએ. દાનહ અને દમણ-દીવના એકત્રીકરણ બાદ અહીં દરેક ક્ષેત્રમાં વિકાસની નવી દિશાઓ ખુલી રહી છે. રોજગારીની નવો તકો ઉદ્યોગોના માધ્‍યમથી ખુલી રહી છે. આપણી સરકાર યુવાઓ અને મહિલાઓ માટે તેમજ અન્‍ય પછાત સમુદાયો માટે ઘણુ વિચારી રહી છે. હાલમાં સીનિયર સિટીજન માટે કેન્‍દ્રની મોદી સરકારે એક હેલ્‍પલાઈન ચાલુ કરી છે. જેનો નંબર 14567 છે. તેના દ્વારા દેશનો કોઈપણ વરિષ્‍ઠ નાગરિક કોઈપણ પ્રકારની મદદ માંગી શકે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે, મોદી સરકારે હેલ્‍પલાઇનનંબર 14566 શરૂ કર્યો છે, જેના દ્વારા આપણા આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકો મદદ મેળવી શકે છે. જ્‍યાં પણ લોકો સાથે જાતિ અંગે ગેરવર્તન થાય છે, તેમની સામે તાત્‍કાલિક કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત સામાજિક અને પ્રશાસનિક મદદ ઉપલબ્‍ધ થશે.
પ્રદેશમાં કેટલાક એવા લોકો છે જેઓ જનતાને ઉશ્‍કેરે છે અને સમાજમાં રોષ ફેલાવે છે, સોશિયલ મીડિયાના માધ્‍યમથી તેઓ સમાજમાં ગુસ્‍સો અને ભ્રમ ફેલાવે છે. આજે દમણના મુક્‍તિ દિન નિમિત્તે આવા લોકોએ બેફામ નિવેદનો કર્યા છે. હું સોશિયલ મીડિયામાં આવા લોકોને કહેવા માંગુ છું કે તમે કયારેય પ્રદેશના મુક્‍તિ દિવસ નિમિત્તે તમારા ઘરે કે વેપારી સ્‍થળે દીવો પ્રગટાવ્‍યો છે? ના? તમે માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાની અને તેમનામાં રોષ ફેલાવવાની રાજનીતિ જાણો છો.
હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે, આજે આપણી સરકાર એટલી બધી યોજનાઓ ચલાવી રહી છે કે તમે દરરોજ એક યોજના વિશે લોકો સાથે ઘરે-ઘરે વાત કરી શકો અને તેમને સમજાવી શકો. પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે તમને યોગ્‍ય સમયે જાણ કરવામાં આવશે. આજના કાર્યક્રમનું સંચાલન ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલે કર્યું હતું.
આ અવસરે મંચ ઉપરઉપસ્‍થિત મહાનુભાવોમાં દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા,દમણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલ દાદા, શ્રી બી.એમ.માછી, શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર, શ્રી મહેશભાઈ ગાવિત, શ્રી જીતુભાઈ માઢા વગેરેનો સમાવેશ થાય છે.

Related posts

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

vartmanpravah

સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા દાભેલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તિથિ ભોજન બદલ શાળાએ માનેલો આભાર

vartmanpravah

Leave a Comment