Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત આંતર કોલેજ રસ્‍સાખેંચ ભાઈઓ અને બહેનોની સ્‍પર્ધા વલસાડની કોમર્સ કોલેજ અને બીલીમોરાની એવી પટેલ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી. ભાઈઓમાં 20 ટીમો અને બહેનોમાં 18 ટીમોએ ભાગ લીધો હતો. રસ્‍સાખેંચની રમતમાં કોમર્સ કોલેજ વર્ષોથી સિદ્ધિ હાંસલ કરી રહી છે. સતત 7 વર્ષથી ભાઈઓની ટીમ અને 6 વર્ષોથી બહેનોની ટીમ યુનિવર્સિટી ચેમ્‍પિયન બની છે. ઓલ ઈન્‍ડિયા આંતર યુનિવર્સિટી પસંદગી પ્રક્રિયામાં પણ વ્‍યક્‍તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરી 5 ભાઈઓ અને 3 બહેનોયુનિવર્સિટી ટીમમાં પસંદગી પામી રાષ્‍ટ્રીય કક્ષાએ ભાગ લેવા જનાર છે. ખેલાડીઓને કોચિંગ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના અધ્‍યાપક પ્રા.મુકેશભાઈ કે. પટેલ દ્વારા આપવામાં આવ્‍યું હતું.
કોલેજનું ગૌરવ વધારી આગામી દિવસોમાં રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવા જનાર ખેલાડીઓને કોલેજના ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો, આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણા, કોલેજના તમામ ટીચિંગ અને નોનટીચીંગ સ્‍ટાફે અભિનંદન પાઠવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

દાનહઃ નરોલીમાં જિલ્લા સ્‍તરીય રોપ ક્‍સિપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

Leave a Comment