ફટાકડા ફોડી,મીઠાઈઓ વહેંચી ભારત માતાના જય જયકાર થી
સમગ્ર પારડી ઝૂમી ઉઠ્યું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: ગઈ તા.8/10/2024 ને મંગળવારે રાત્રે નવ વાગ્યે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત મળેલા શાનદાર વિજયની ઉજવણી પારડી શહેર ભાજપ દ્વારા પારડી મુખ્ય ચાર રસ્તા બ્રિજ નીચે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની રાહબરી હેઠળ ખૂબ જ ટૂંકા સમય ગાળામાં રાખવામાં આવેલ આ વિજયોત્સવ કાર્યક્રમમાં ભાજપના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જય, નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ જેવા અનેક સૂત્રોચારોને લઈ સમગ્ર પારડી શહેર વિવિધ નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
આજના આ વિજ્યોત્સવ કાર્યક્રમમાં પારડી ભાજપ શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી પ્રણવ દેસાઈ, પારડી શહેર ભાજપ યુવા પ્રમુખ જેસિગ ભરવાડ, રાજન ભટ્ટ અજિત ભંડારી, પંકજ પટેલ, ધર્મેશ માલી, જીતુ ઓઝા, મુન્ના દેસાઈ, ફાલ્ગુની ભટ્ટ, અમિત રાણા સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.