July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે ચોમાસુ પૂર્ણ થવાના સમય સાથે વિકાસના કામોનો પ્રારંભ કરી દીધો છે. આજરોજ સરીગામના અંતરિયાળ વિસ્‍તાર એવા બોન્‍ડપાડા, રામા ફળિયા, બ્રાહ્મણ ફળિયા, પાગીપાડા તેમજ ડુંગળી ફળિયામાં રૂપિયા 12.50 લાખના ખર્ચે નિર્માણ થનારા બ્‍લોક રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરી વિકાસના કામો ચાલુ કર્યા છે.
આ પ્રસંગે સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે જણાવ્‍યું હતું કે, પંચાયત દરેક મોહલ્લા અને વિસ્‍તાર સુધી વિકાસ પહોંચાડવા માટે પૂરેપૂરું ધ્‍યાન આપી રહી છે અને કામ કરવા માટે કટિબંધ પણ છે. આ પ્રસંગે સરીગામ અગ્રણી શ્રી રાકેશભાઈ રાય લોક કલ્‍યાણકારી યોજનાનો લાભ લેવા દરેક ગ્રામજનોને આગળ આવવા અપીલ કરી હતી અને વિકાસના કામમાં સહયોગ આપવા જણાવ્‍યું હતું. તેમજ સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલુ કરેલા અભિયાનમાં દરેક નાગરિક સહયોગ આપે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. આજના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના સભ્‍ય શ્રીમતી ઉર્મિલાબેન દુમાડા, ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાડગા, પૂર્વ સરપંચ શ્રી શૈલેષભાઈ કૌમ્‍ભિયા, પંચાયતના સભ્‍યશ્રીઓ શ્રી હિતુભાઈ દુમાડા, શ્રીરાજેશભાઈ વડવી, શ્રી જીતેન્‍દ્રભાઈ ભંડારી, શ્રીમતી શોભાબેન કોળી, તેમજ પૂર્વ સભ્‍યશ્રીઓ ઉત્તમભાઈ દુમાડા, શ્રી અરવિંદભાઈ બોબા, શ્રી જયસુખભાઈ બોબા, શ્રીમતી ગીતાબેન બોબા, શ્રીમતી રશ્‍મિબેન પાગી, શ્રી નીરજભાઈ રાય, શ્રી અજયભાઈ મૌર્ય, ડોક્‍ટર નિરવ શાહ તેમજ ગામના અગ્રણીઓમાં શ્રી દેવરાજભાઈ ભટ્ટ, યાદેન્‍દ્ર મિશ્રા, શ્રી હરેશભાઈ લોથડા, શ્રી નરેશભાઈ ફરારા, શ્રી અંકિતભાઈ લોથડા, શ્રી અમિતભાઈ પાગી, શ્રી મનોજભાઈ કડુ, શ્રી અશ્વિનભાઈ, શ્રી વિષ્‍ણુભાઈ, શ્રી વિપુલભાઈ, શ્રી સંજય જયેશભાઈ ગંજાળીયા, શ્રી પ્રવીણભાઈ, શ્રી નિલેશભાઈ કોળી સહિત મોટી સંખ્‍યામાં લોકોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment