આરોપી કૌશલ ધર્મેન્દ્રસીંગ રાવતને એલ.સી.બી.એ વૈશાલી બ્રિજપાસેથી દાગીના-રોકડા મળી રૂા.18.59 નો મુદ્દામાલ સાથે દબોચ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: બેંગલોર શહેરમાં સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત તા.14 જૂન 2024 ના રોજ ડિવેટ જ્વેલરી શોપમાંથી 2.5 કિલો સોનાના ઘરેણા 9 કિલો ચાંદીના ઘરેણા રોકડા રૂા.32 લાખ મળી કુલ રૂા.1.70 કરોડની ચોરીનો બનાવ બન્યો હતો. ચોરી કરનાર ઈસમે તેના મિત્રને વતન રાજસ્થાન ઘરે પહોંચાડવા મિત્ર ઈસમને રૂા.18.59 લાખના દાગીના-રોકડા આપ્યા હતા. જેની આજે ગુરૂવારે એલ.સી.બી.એ વૈશાલી બ્રિજ પાસેથી રાજસ્થાન પહોંચે તે પહેલાં દબોચી લીધો હતો.
એલ.સી.બી.એ આપેલી વિગતો મુજબ બેંગલોર શહેરમાં ગત તા.14-6-2024 ના રોજ ડિવેટ જ્વેલરી શોપમાં 2.5 કિ.ગ્રા. સોનાના ઘરેણા તથા 9 કિ.ગ્રા. ચાંદીના ઘરેણા, રૂા.32 લાખ રોકડા મળી કુલ રૂા.1.70 કરોડની ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીને અંજામ આપનાર હિંમતસીગં કિસનસીંગ રાવતે સોના-ચાંદીના ઘરેણા, રોકડા રૂપિયા મળી કુલ રૂા.18.59 લાખનો મુદ્દામાલ કૌશલ ધર્મેન્દ્રસીંગને પોતાના ગામ રાજસ્થાન પહોંચાડવા આપ્યો હતો. એલ.સી.બી. ટીમે કૌશલ રાજસ્થાન પહોંચે તે પહેલા વાપી વૈશાલી પુલ પાસેથી ઝડપી પાડયો. આરોપી પાસેથી પોલીસે દાગીના રોકડા મળી રૂા.18.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોહતો. આરોપી કૌશલ રાવતે બેંગલોરમાં અયોધ્યા હોટલ પાસે આવેલ ડિવેટ જ્વેલરી શોપમાં ચોરી કરી હતી અને રાજસ્થાન પહોંચાડવા માટે મને કહેવાયું હતું. વાપી ટાઉન પોલીસ અને એલ.સી.બી.ની સતર્કતાથી બેંગલોર જ્વેલરી શોપની કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવા સફળતા મેળવી હતી. ડીવાયએસપી બી.એન. દવે, એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ, ટાઉન પી.આઈ. કે.જે. રાઠોડ, પી.એસ.આઈ. જે.એન. સોલંકીએ ટીમ વર્ક અને બાતમી આધારે ચોરીનો ભેદ ઉકેલી દીધો હતો.