July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

ટેમ્‍પા ડ્રાઈવરનો આબાદ બચાવ, ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા: પારડી પોલીસ તથા નગરપાલિકા ફાયર ટીમની પ્રશંસનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: મહારાષ્‍ટ્રના વસઈ ખાતે રહેતા અમિત સુકારામ મુંબઈના ભિવંડીથી આઈસર ટેમ્‍પો નંબર એમએચ 48 બીએમ 9772 લઈ માલ ભરી વાપી ખાતે આવ્‍યો હતો. વાપી ખાતે માલ ખાલી કર્યા બાદ ચીખલી ખાતે ટ્રાન્‍સપોર્ટમાં અન્‍ય માલ ભરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પારડી મુખ્‍ય ઓવરબ્રીજ ઉપર અચાનક ટેમ્‍પામાં ધુમાડો નીકળતા ડ્રાઈવર અમિત સમય સૂચકતા વાપરી ટેમ્‍પામાંથી બહાર આવી ગયા હતો અને જોતજોતામાં ટેમ્‍પાએ આગનું ભયાનક વિકરાળ સ્‍વરૂપ લઈ લીધું હતું. સવારનો સમય હોય અચાનક ટેમ્‍પામાં આગ લાગતા હાઈવે પર અફરાતફરી મચી જવા પામી હતી. પરંતુ સમયસર પહોંચેલી પારડી પોલીસેટ્રાફિક બંધ કરાવ્‍યો હતો. આ દરમિયાન પારડી નગરપાલિકાની ફાયરની ટીમ પર સમયસર આવી પહોંચતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ ટેમ્‍પાનો આગળનો સંપૂર્ણ ભાગ બળી ચૂકયો હતો. આગને લઈ પારડી સર્વિસ રોડ અને મેઇન રોડ પર ટ્રાફિકના દ્રશ્‍યો સર્જાયા હતા. પરંતુ સમયસર પારડી પોલીસે સ્‍થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્‍યો હતો. આગમાં ટેમ્‍પાને ભારે નુકસાન થયું હતું જ્‍યારે કોઈ જાનહાની થવા પામી નથી.

Related posts

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્‍તાઓ લોકઉપયોગી બનાવ્‍યા

vartmanpravah

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

Leave a Comment