August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

જુના ફાટકથી સીધી અવર જવર ઝંડાચોક અતિ સુલભ બની જશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપીમાં ચોમાસા પછી વિકાસ કામોમાં તેજીની રફતાર પકડી લીધી છે. અનેક વિકાસ કામો પૈકી અતિ જરૂરી એવા વાપી જુના ફાટકથી ઝંડાચોક સુધીના રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપે પ્રગતિમાં છે. આગામી બે-ત્રણ માસમાં કામગીરી પૂર્ણ થઈ જશે.
વાપીમાં એક પછી એક વિકાસ કામો ચોમેર ચાલી રહ્યા છે તે પૈકી જુના ફાટકથી ઝંડાચોક સુધીનો રેલવે અંડરપાસની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આગામી એકાદ અઠવાડિયામાં રેલવે પાટા નીચેની કામગીરી શરૂ થઈ જશે. ગુંજન, વૈશાલી, કોપરલી, છીરીથી આવતા જતા લોકો નજીકના સમયે જુના ફાટકથી સીધા વાપીમાં અવર જવર કરી શકશે. પરિણામે નવા બની રહેલા રેલવે ફલાય ઓવર ઉપરનું ટ્રાફિક ભારણ ઘટી જશે. આમ પણ આ પુલનો ઉપયોગ કરવા ઈમરાનનગર સુધી લાંબા થવું પડે તેવી ડિઝાઈન છે. તેથી વૈશાલી-ગુંજનના વાહન ચાલકો જુના રેલવે ફાટકથીનવા રેલવે અંડરપાસ થઈને વાપીમાં અવર જવર કરી શકશે. વાપીમાં અનેક વિકાસ કાર્યો તેજીમાં હાલમાં ચાલી રહ્યા છે તે પૈકી હાઈવે મામલતદાર કચેરી બલીઠા પાસે 100 બેડની સિવિલ હોસ્‍પિટલની કામગીરી ચાલુ છે. તદ્દઉપરાંત હાઈવે બલીઠા સર્વિસ રોડ પણ પહોળો થઈ રહ્યો છે. આગામી સમયે વાપી સંપુર્ણ સુવિધા યુક્‍ત નગર બની જશે.

Related posts

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

Leave a Comment