October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

ટ્રક ડ્રાઈવર ભાગી છુટયો જ્‍યારે કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને લોકોએ બહાર કાઢયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: આજરોજ વલસાડથી વાડીલાલ આઈસ્‍ક્રીમ ભરી એક આઈસર ટેમ્‍પો નં.જીજે-18-એઝેડ-5437 પારડી આવી રહ્યો હતોત્‍યારે પારડી આઈટીઆઈ નજીક નેશનલ હાઈવે પર આગળ ચાલતા એક ટ્રકે અચાનક બ્રેક મારતા આ આઈસ્‍ક્રીમ ભરેલો ટેમ્‍પો ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી ગયો હતો. અકસ્‍માત સર્જાતા જ ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. પરંતુ ટેમ્‍પાના કેબિનના ભાગ ને ભારે નુકસાન પહોંચતા અને કેબિનનો ભાગ દબાઈ જતા ટેમ્‍પો ચાલક કેબિનમાં ફસાઈ જતા ભેગા થયેલા લોકોએ તેને બહાર કાઢયો હતો. અકસ્‍માતમાંફકત નાની મોટી ઈજા થતાં ટેમ્‍પો ચાલકનો ચમત્‍કારિક બચાવ થયો હતો. જ્‍યારે ટેમ્‍પાના રેફરિજેટરને નુકસાન ન પહોંચતા લાખોની કિંમતનો આઈસ્‍ક્રીમનો જથ્‍થો બચી ગયો હતો.

Related posts

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

દાનહના નરોલી ચેકપોસ્‍ટ સ્‍થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

Leave a Comment