Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

કેન્‍દ્રીય રેલવે, સંચાર, ઈલેક્‍ટ્રોનિક્‍સ તથા અને માહિતી ટેક્‍નોલોજી મંત્રી અશ્વિની વૈષ્‍ણવને દમણ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
દમણ જિલ્લા પંચાયતનાંપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવાનો ફૉર્મમાં જિલ્લા પંચાયત સભ્‍યો પણ નાગરિકોનાં વેરિફિકેશન કરી શકે એમ લખવા માંગણી કરી છે.
કેન્‍દ્રીય રેલવે, સંચાર, ઈલેક્‍ટ્રોનિક્‍સ તથા અને માહિતી ટેક્‍નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવને સેલવાસ મુલાકાત દરમિયાન આપેલ પત્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબૂભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, નાગરિક રાષ્‍ટ્રીય ઓળખ-પત્ર એટલે આધાર-કાર્ડ બનાવાનો ફૉર્મમાં નગરપાલિકા સભ્‍યો અને ગ્રામ પંચાયતોનાં સરપંચો આવેદકોનાં વેરિફિકેશન કરે છે. એવું આધાર-કાર્ડનાં ફૉર્મમાં પણ છાપેલું છે પણ આ ફૉર્મમાં નાગરિકોનાં વેરિફિકેશન અંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્‍યોના નામોનો ઉલ્લેખ જ નથી.
નગરપાલિકા સભ્‍યો અને સરપંચોની જેમ જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્‍યોના નામ પણ આધાર-કાર્ડનાં ફૉર્મમાં નાગરિકોનું વેરિફિકેશન કરવાની જોગવાઈ કરવી જોઈએ. આમ કરવાથી ગ્રામીણ નાગરિકોને પણ વેરિફિકેશન કરાવવાનો બીજો વિકલ્‍પ મળશે. જેથી નાગરિકોની ઊર્જા, સમય અને પૈસાની વચત થશે.
શ્રી બાબુભાઈ પટેલે મંત્રીશ્રીને એ રજૂઆત કરી હતી હતી કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ, નવી દિલ્‍હી અથવા યોગ્‍ય સ્‍થળે પહોંચાડીને જરૂરી નિર્દેશ આપીનિકાલ કરવા અંગે વિનંતી કરી છે.

Related posts

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

Leave a Comment