April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

  • છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટરને સાફ કરવા દમણ જિલ્લાની છ ગ્રામ પંચાયતોના વેક્‍યુમ ટ્રેલર ટ્રેક્‍ટર દ્વારાપાણી ખેંચવા શરૂ કરેલી કવાયત

  • દમણની લગભગ 18 શેરીઓનું ગંદુ પાણી એકત્ર થતું હોવાથી વેક્‍યુમથી પાણી ખેંચવું લગભગ અસંભવ હોવાનો જાણકારોનો મત

  • ખોદવામાં આવેલ ગટરને ભાઠા દ્વારા પૂરી દેવામાં આવે તો શેરીઓમાંથી આવતું ગંદુ પાણી બહાર નહી નિકળે અને ભાઠામાં શોષાઈ જવાથી તેની આડ અસર પણ ઓછી થવાનો દમણના પ્રતિષ્‍ઠિત એન્‍જિનીયરોનો અંદાજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
‘વર્તમાન પ્રવાહ’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ દમણનું નાક ગણાતા છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટર સાફ કરવાની કવાયત દમણ નગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. દમણની લગભગ 18 શેરીમાંથી નિયમિત આવતા ગંદા પાણીને દમણ જિલ્લાની દમણવાડા, મગરવાડા, કચીગામ, દાભેલ, ભીમપોર અને કડૈયા ગ્રામ પંચાયતના વેક્‍યુમ મારફત ખેંચવામાં આવી રહ્યું છે અને આ અભિયાન ગઈકાલથી શરૂ કરવામાં આવ્‍યું હતું અને વેક્‍યુમ લાગેલા ટ્રેક્‍ટરોની પ્રત્‍યેકની કામ પૂર્ણ થયું ત્‍યાં સુધી લગભગ 45 જેટલી ટ્રીપ એક-એક દિવસે થઈ રહી છે. મતલબ કે 06 ગ્રામ પંચાયતોના 06 વેક્‍યુમ ટ્રેલર ટ્રેક્‍ટર દ્વારા બે દિવસમાં કુલ 540 જેટલી ટ્રીપ દ્વારા પાણી મોટી દમણના સિવરેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ ખાતે ખાલી કરવામાં આવી રહ્યુંછે.
દરરોજ દમણની લગભગ 18 શેરીમાંનું ગંદુ પાણી આ ગટરમાં ઠલવાતું હોવાના કારણે જેટલું ગંદુ પાણી ખેંચવામાં આવે છે, તેટલું બીજા દિવસે ફરી આવી જતુ હોવાના કારણે દમણ નગર પાલિકાનો પ્રયોગ ‘નેવના પાણીને મોભે ચઢાવવા’ જેવો થઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ગંદા પાણીના જમાવડા પાછળ કોન્‍ટ્રાક્‍ટર એજન્‍સી પણ જવાબદાર હોવાનું જાણવા મળે છે. કારણ કે એક વર્ષથી ખોદીને પડતર રાખતા અને દમણ નગર પાલિકા દ્વારા ઘર અને હોટલો મારફત દરિયામાં છોડાતા ગંદા પાણીના નિકાલને બંધ કરાતા આ સ્‍થિતિનું સર્જન થયું હોવાની માહિતી મળી રહી છે.
દમણના કેટલાક પ્રતિષ્‍ઠિત એન્‍જિનીયરોના જણાવ્‍યા પ્રમાણે હાલમાં ખોદવામાં આવેલ ગટરને ભાઠા દ્વારા પૂરી દેવામાં આવે તો શેરીઓમાંથી આવતું ગંદુ પાણી બહાર નહી નિકળે અને ભાઠામાં શોષાઈ જવાથી તેની આડ અસર પણ ઓછી થવાનો અંદાજ વ્‍યક્‍ત થઈ રહ્યો છે. ત્‍યારબાદ આ ગટરને અડીનેજ બનાવવામાં આવેલ સિવરેજ સિસ્‍ટમમાં દમણની શેરીઓમાંથી નિકળતા ગંદા પાણીની લાઈન ખેંચી તેનો કાયમી ઉકેલ આવી શકવાની શક્‍યતા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દાનહના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનાવવા સંકલ્‍પબદ્ધ

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી કચીગામ ચેકપોસ્‍ટ ઈકો કાર અને ચાર રસ્‍તાથી ઝાયલો કાર દારૂનો જથ્‍થો ભરેલ ઝડપાઈ

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

Leave a Comment