October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: સેલવાસના ક્રિષ્‍ના હાઈટ્‍સ સોસાયટીના નવમા માળે સફાઈનું કામ કરતી યુવતીએ કોઈક અગમ્‍ય કારણોસર ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. નીચે જોરદાર રીતે પટકાતા યુવતીનું ઘટના સ્‍થળ પર જ મોત થતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે જાગુબેન (ઉ.વ.20) રહેવાસી દાદરા. જેઓ એમના માસા- માસી સાથે ક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળે ફલેટમાં સાફ-સફાઈનું કામ કરે છે. જેઓ સવારે અહીં પોતાનું કામ પતાવી જાગુબેનના માસા-માસી લિફટમાં નીચે ઉતરી ગયા હતા, પરંતુ જાગુબેન નવમા માળે જ ઉભી હતી અને એના હાથમાંના ઝાડુને સાઈડ પર ફેંકી અચાનક બિલ્‍ડિંગની ગેલેરીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું. નીચે જમીન પર પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાને કારણે તેણીનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. આ ઘટનાને જોતા સોસાયટીમાં રહેતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ સોસાયટીના પ્રમુખશ્રીએ પોલીસને કરતા સેલવાસ પોલીસની ટીમ આવી પહોંચી અને મૃતક જાગુબેનની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટના અંગેની સેલવાસ પોલીસે સીસીટીવીફુટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા એકમની અધૂરી તપાસને લઈ : દુષ્‍કર્મના ખોટા આરોપમાં પિતાએ બે વર્ષ જેલ ભોગવીઃ વાપી કોર્ટે નિર્દોષ જાહેર કર્યાઃ આબરૂ-સન્‍માન પાછું મેળવવા જીદપકડી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment