October 21, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવવા માટે આપણાં આસપાસની ખાલી પડેલ જગ્‍યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવા જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કરેલી ટકોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લાપંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં રીંગણવાડા સરકારી પ્રાથમિક વિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે જણાવ્‍યું હતું કે, આપણે આસપાસની ખાલી જમીનો ઉપર પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેથી દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવી શકાય.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદ મિટના પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી તાલુકાના વિવિધ ગામોમાં દક્ષિણ વિભાગકોળી સમાજ મંડળ દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

Leave a Comment