January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીનાખડોલી ગામે ટેલકમ પાવડર બનાવતી કંપનીમાં રવિવારની મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ખડોલી ગામ ખાતે આવેલ શિવોમ ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપની જેમાં ટેલકમ પાવડર બનાવવામાં આવે છે. જેમાં રવિવારની રાત્રિના 10:30 વાગ્‍યાના સુમારે કંપનીના પહેલા માળે કોઈક કારણોસર અચાનક આગ લાગતા કંપનીમાં કામ કરતા માણસોમાં દોડધામ મચી ગઈ હતી. આગ પહેલા માળેથી બીજા માળ પર પણ પ્રસરી ગઈ હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા. કંપની સંચાલકોએ ખાનવેલ ફાયર વિભાગને ફોન કરતા ફાયરફાઈટરોની ટીમ ઘટના સ્‍થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો ભારે પ્રયાસ કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે જેના કારણે સેલવાસ ફાયરબ્રિગેડની ટીમ સહિત રિલાયન્‍સ, સનાતન, આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપનીઓના ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવ્‍યા હતા. આઠથી વધુ આગ ઓલવવાના વાહનો દ્વારા છ કલાક જેટલી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી.
આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયુ નથી. આ આગને કારણે કંપનીમાં મશીનરી સહીત પ્રોડક્‍ટ પણ બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે કંપનીને મોટું નુકસાન થયાનું અનુમાન છે. આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા મફત રાશનનું વિતરણ કરાયું

vartmanpravah

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

Leave a Comment