October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

ગ્રામજનોની મહેનત રંગ લાવી : જાન્‍યુઆરીથી બાંધકામ અંગે
ગ્રામજનો ફરિયાદ કરતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ધરમપુર તાલુકામાં આવેલ શિશુમાળ મૂળગામમાં ધો.1 થી 8 ની બાળકો માટેની પ્રાથમિક શાળા આવેલી છે. બાળકો માટે નવિન શાળા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેથી ગત જાન્‍યુઆરીથી બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કરવામાં આવ્‍યું હતું. પરંતુ નવિન બાંધકામ ખુબ નબળું થઈ રહ્યું હોવાની ચોંકાવનારી હકિકતો ગામના આગોવનોએ ઉજાગર કરી હતી તેથી અંતે કોન્‍ટ્રાક્‍ટરને નબળું બાંધકામ તોડી પાડવાની નોબત આવતા હાલમાં મકાન તોડવાની કામગીરી હાથ ધરાઈ છે.
અંતરિયાળ ગ્રામ વિસ્‍તારમાં પણ લોકો જાગૃત બની ગયા છે તેવું જીવંત ઉદાહરણ ધરમપુર મૂળઘામના આગેવાન અને જાગૃત નાગરિકોએ પુરુ પાડયું છે. ગામમાં બાળકો માટે પ્રાથમિક શાળાનું નવિન મકાન બનવાનું શરૂ થતા ગામના આગેવાનોએ ગત તા.20 જાન્‍યુઆરીએ સ્‍થળ ઉપર બાંધકામનું નિરીક્ષણ કરેલું તો જોવા મળેલ કે બાંધકામ તદ્દન નબળું અને હલકી ગુણવત્તાવાળું થઈ રહ્યું છે તેથી આ અંગે ઉચ્‍ચ રજૂઆત કરી હતી. અંતે ગ્રામજનો અને જાગૃત નાગરિકોની મહેનત રંગ લાવી હતી. અંતે કોન્‍ટ્રાક્‍ટરને નવિન બાંધકામ તોડાવની નોબત આવી હતી. હાલમાં નવિન બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી છે. ધરમપુર તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશપટેલએ આ મુદ્દાને ખુબ ગંભીરતાથી લઈ લડત ચાલું રાખી હતી.

Related posts

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડનાં નામાંકિત ડો.કાંતિભાઈ પટેલને બેસ્‍ટ પેપર પ્રાઈઝ એવોર્ડ એનાયત થયો

vartmanpravah

રાજસ્‍થાનઃ પાલીના રોહત ખાતે યોજાયેલ 18મી રાષ્‍ટ્રીય ભારત સ્‍કાઉટ ગાઈડ જાંબોરીમાં સંઘપ્રદેશ થ્રીડીએ મેળવેલા 11 પુરસ્‍કાર

vartmanpravah

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘વિશ્વ યોગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

vartmanpravah

વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્‍વયે જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

Leave a Comment