(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ની થીમ સાથે ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેઈનનો ઉદેશ્ય વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં NGO(નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન), ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય સંસ્થાઓએ સહભાગી થઈ જિલ્લાના જુદા-જુદા સ્થળો પર સાફ-સફાઈ કામગીરી કરી હતી. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનપ ડે(૨૧-૦૯-૨૪) નિમિતે દરિયા કિનારાની સાફ સફાઈ કરવામાં આવી હતી.
ધરમપુર તાલુકાના લાકડમાળ ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, સ્વછતા શપથ, શાળામાં સ્વચ્છતા રેલી, કપરાડા તાલુકાનાં નળીમધની ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, શાળામાં સ્વચ્છતા હી સેવા અંગેની સમજ, રંગોળી, વેસ્ટ ટુ આર્ટ, સ્વચ્છતા શપથ, રેલી, વકૃત્વ સ્પર્ધા, ચિત્રકામ જેવી વિવિધ પ્રવૃતિ, પારડી તાલુકાના ઉદવાડા ગામની શાળામાં ચિત્રકામ, વકૃત્વ સ્પર્ધા અને દરિયાકિનારે લોક ભાગીદારીથી સાફ-સફાઈ, ઉમરગામ તાલુકાના નગવાસ ગામની શાળામાં ચિત્રકામ સ્પર્ધા, વલસાડ તાલુકામાં ભગોદ ગામની શાળામાં સ્વછતા શપથ, સ્વચ્છતા અંગેની સમજણ, ચિત્રકામ, યોગા, વાપી તાલુકાના પંડોર ગામની શાળામાં સ્વચ્છતા શપથ, સ્વછતા અંગે સમજણ, નિબંધ સ્પર્ધા, ચિત્રકામ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. વધુમાં વલસાડ તાલુકાના અતુલ ગામમાં PWM યુનિટમાં નકામા ટાયરમાંથી વિવિધ બનાવટો બનાવી વેસ્ટ ટુ આર્ટનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.