January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં 13 મેડલ જીત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2024 એથ્‍લેટીક્‍સ મીટનું 15 ફેબ્રુઆરી 2024 થી 18 ફેબ્રુઆરી 2024 સુધી આયોજન થયું હતું. 50 મી યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટ 2023-24 માં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ, વલસાડના 20 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ એથ્‍લેટીક્‍સ મીટમાં ભાગ લીધો હતો. જેમાં 13 જેટલા વિદ્યાર્થીઓ ઝળકયા હતા.
મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ :
(1) હરીખેન સિંઘ – ટ્રીપલ જમ્‍પ – ભાઈઓ – કોમર્સ કોલેજ – સિલ્‍વરમેડલ, (2) અનીતા ડોકિયા – 400 મીટર હર્ડલ (બહેનો) – સિલ્‍વર મેડલ, (3) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી – 4×100 મીટર (બહેનો) – સિલ્‍વર મેડલ, (4) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી – 4×400 મીટર (બહેનો) – સિલ્‍વર મેડલ, (5) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી – 110 મીટર હર્ડલ (બહેનો) – બ્રોન્‍ઝ મેડલ, (6) પંકજ ગવલી – 800 મીટર રન (ભાઈઓ) – બ્રોન્‍ઝ મેડલ, (7) રોહિત ઝા – ડિસ્‍કસ થ્રો (ભાઈઓ) – બ્રોન્‍ઝ મેડલ.
આ સર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં બહુ સફળ રીતે યુનિવર્સિટી લેવલ પર વિવિધ મેડલ મેડલ મળવા બદલ આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ સર્વ વિદ્યાર્થીઓને ખુબ અભિનંદન આપ્‍યા વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં રાષ્‍ટ્રીય કક્ષાએ જાય એવી શુભેચ્‍છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને શ્રી નૂતન કેળવણી મંડળ વલસાડના ટ્રસ્‍ટીઓ ચેરમેન સ્‍વાતિબેન લાલભાઈ, મંત્રી કિર્તીભાઈ દેસાઈ, તેમજ આસિસ્‍ટન્‍ટ સેક્રેટરી અનિશભાઈ શાહે પણ શુભેચ્‍છા પાઠવી હતી.
આ સ્‍પર્ધામાં કોલેજના ખેલકૂદ પ્રો. એમ.કે. પટેલને આચાર્યશ્રીએ ખુબ અભિનંદન આપ્‍યા અને એમની મહેનતને બિરદાવી હતી. કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્‍ટાફે પણ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી. આવનારા દિવસોમાં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓને રાષ્‍ટ્રીય અનેઆંતરરાષ્‍ટ્રીય કક્ષાએ મોકલે એવી અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

વાપીથી શિવમ ગુમ થયો છે

vartmanpravah

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment