April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સભાસદ એક્‍સિડેન્‍ટ વિમો 2 લાખથી વધારી 5 લાખનો કરાયો : તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપીમાં કાર્યરત મહેસાણે સેવિંગ એન્‍ડ ક્રેડીટ સોસાયટીની 26મી વાર્ષિક સાધારણ સભા ઉપાસના હોલમાં રવિવારે સાંજના યોજાઈ હતી. તેમાં વાર્ષિક હિસાબો, તેજસ્‍વી તારલાઓનું સન્‍માન સહિત સભાસદોના હિતમાં નિતિ વિષયક નિર્ણયો સાધારણ સભામાં લેવાયા હતા.


વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડીટ સોસાયટી લી.ને વાર્ષિક સાધારણ સભા સોસાયટી ચેરમેન કમલેશભાઈ પટેલ, વા.ચેરમેન નરેન્‍દ્રભાઈ પટેલ અને કારોબારીની રાહબરી નીચે યોજાઈ હતી. મિટિંગમાં વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજુર કરાયા હતા તેમજ સભાસદોનો એક્‍સિડેન્‍ટ વિમોની મર્યાદા 2 લાખ હતી તે વધારીને પાંચ લાખ કરવામાં આવી હતી. તે પણ એવરેજ ઓછા પ્રિમિયમ થકી આ નિર્ણય લેવાયો હતો. સભાસદોને આગામી દિવાળીએ ગિફટ આપવાનીપણ સાધારણ સભામાં નિર્ણય કરાયો હતો. સિલ્‍વર જ્‍યુબીલી વર્ષ 2022-23 અંતર્ગત સભાસદોના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ક્રેડીટ સોસાયટીની મિટિંગ સાથે સાથે મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળની મિટિંગ પણ પ્રમુખ સતિષભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. આગામી જુલાઈમાં 500 યુનિટના ટારગેટ સાથે પ્રગતિ મંડળનો મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાશે.

Related posts

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment