(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : આગામી તા. 12 અને તા.13મી નવેમ્બર, 2024ના મંગળવાર અને બુધવાર એમ બે દિવસ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારેતેમના અવિસ્મરણીય અને ઐતિહાસિક સ્વાગત માટે તથા તેમના હસ્તે થનાર વિવિધ યોજનાઓના ઉદ્ઘાટનની તૈયારીઓનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા ઘણાં સમયથી ખખડધજ બનેલા રસ્તાઓની મરામ્મતનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. સેલવાસમાં ઝંડાચોક શાળા, સેલવાસ નરોલી રોડ દમણગંગા નદીનો નવો બ્રિજ, રીંગરોડ બ્રિજના નીચે ગેમિંગ ઝોન, નરોલી ગામે ગ્રામ પંચાયત ઘર સહિતના સ્થળોએ સુંદર સાજ-શણગાર કરવામાં આવી રહ્યો છે. મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના કાફલાવાળા માર્ગના બન્ને તરફના દુકાનદારો અને ઘરોમાં રહેતા લોકોનું પોલીસ વિભાગ દ્વારા વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે.

Previous post