October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ-ગાંધીનગર અને શ્રીમદ રાજચંદ્ર મિશનના સંયુક્‍ત ઉપક્રમે યોગ કોચોને વિવિધ તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ ગાંધીનગર (રમતગમત, યુવા અને સાંસ્‍કળત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત) અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર વલસાડ ખાતે ‘‘ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા 450 થી વધુ યોગ કોચોએ ભાગ લીધો. આ શિબિરનો ઉદ્દેશ્‍ય યોગ કોચને તાલીમ આપી તેઓની કાર્યક્ષમતા વધારી સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી યોગ વર્ગો ચાલુ કરાવી અને ‘‘યોગનો અમૃતકાળ” બનાવવાનો છે. આ રીતે, ગુજરાતનો એક પણ વ્‍યક્‍તિ યોગથી વંચિત ના રહી જાય તેમાં યોગ કોચોની મહત્‍વપૂર્ણ ભૂમિકા છે.
ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલિમ શિબિરમાં યોગ કોચોને યોગની સિદ્ધિઓ, યોગનું વિજ્ઞાન, યોગની સામાજિક ભૂમિકા, યોગની આરોગ્‍યવર્ધક અસર, યોગની આધ્‍યાત્‍મિક ઉન્નતિ, યોગ અંગેનું શાળા શિક્ષણ, યોગની વ્‍યવસાયિક સંભાવનાઓ વગેરે વિષયો પર અલગ અલગ યોગના નિષ્‍ણાંતો દ્વારા વ્‍યાપક જ્ઞાન આપવામાં આવ્‍યું. સાથે સાથે યોગમાં વિપુલ જ્ઞાન ધરાવતા ગુજરાત સરકારશ્રીના મુખ્‍યમંત્રીશ્રીના મુખ્‍ય સલાહકાર શ્રી હસમુખ અઢીયાએ પણ યોગ શિબિરમાં ઓનલાઈન જોડાઈ યોગ કોયોનેઅમુલ્‍ય જ્ઞાન આપ્‍યુ હતુ.
શિબિરમાં યોગ કોચોને યોગના વિવિધ આસન, પ્રાણાયામ, ધ્‍યાન, શુદ્ધિ ક્રિયાઓ, મુદ્રાઓ, બંધો, યોગ નિદ્રા, યોગ થેરાપી વગેરેની પ્રક્રિયાઓ શીખવામાં આવ્‍યા. ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલિમ શિબિરની સફળતાને લીધે, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના અધ્‍યક્ષ શ્રી યોગસેવક શીરાપાલજી, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના યોગાધ્‍યક્ષ શ્રી આત્‍મર્પિત શ્રદ્ધાજી, નિષ્‍ણાંતો અને આશ્રમના સભ્‍યો દ્વારા યોગ કોચોને અભિનંદન કર્યું. શિબિરની સમાપ્તિએ યોગ કોચોને યોગનું જ્ઞાન, કૌશલ અને આત્‍મવિશ્વાસમાં વધારો થયો.

Related posts

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ કરતા વધુ વરસેલો વરસાદ

vartmanpravah

વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં સપ્તાહમાં વધુ બે બસ દોડશે

vartmanpravah

પારડી હાઈવે ઉપર પેટ્રોલ ભરેલુ હેવી ટેન્‍કર ખાડામાં પટકાયું : પેટ્રોલ લીકેજ નહીથતા મોટી હોનારત ટળી

vartmanpravah

પોલીટેકનિક, કોલેજ કરાડના કેમ્‍પસમાં આયોજીત 68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) બોયઝ અને ગર્લ્‍સ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25માં પ્રથમ ચરણની રમતમાં બોયઝમાં તેલંગાણાની ટીમે અને ગર્લ્‍સમાં પશ્ચિમ બંગાળની ટીમે હાંસલ કર્યા ગોલ્‍ડ મેડલ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

Leave a Comment