June 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં આવેલ ખમણ બનાવતી દુકાનમાં ભિષણ આગ લાગતા લાખોનો સામાન ખાખ

ટાંકી ફળીયા સનશાઈનબિલ્‍ડીંગમાં ચાલતી ખમણ બનાવતી દુકાનમાં મળસ્‍કે લાગેલી આગથી દોડધામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં આવેલ એક ખમણ બનાવતી દુકાનમાં આજે ગુરૂવારે મળસ્‍કે અચાનક ભિષણ આગ લાગી હતી. આગમાં દુકાનમાં રહેલ સરસામાન અને રોકડા રૂપિયા બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન થવા પામેલ છે.
વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં આવેલ સનશાઈન બિલ્‍ડીંગમાં એક ખમણ બનાવવાની દુકાન કાર્યરત છે. આ દુકાનમાં આજે મળસ્‍કે અચાનક બંધ દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બાદ લોકો દોડી આવ્‍યા હતા અને પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટના સ્‍થળે ધસી જઈને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે આગની ઘટનામાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નથી. દુકાન સંચાલક બચેલાલ પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, આગ સિલેન્‍ડરોને કારણે લાગી હોઈ શકે છે. ઘટનામાં તેમણે જણાવ્‍યા અનુસાર 5 લાખ રૂપિયા રોકડા પણ દુકાનમાં રાખેલા બળીને ખાખ થઈ ગયા છે. વાપીમાં થોડા સમયમાં દુકાનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના ઘટી છે. ટાઉનમાં નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી હતી તે પછી ચણોદમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી. આજે આગ લાગવાનો આ ત્રીજો બનાવ બન્‍યો છે.

Related posts

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment