January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

  • સંઘપ્રદેશ પ્રશાસનમાં નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતની કાર્યક્ષમતા અને પ્રશાસનિક સૂઝબુઝથી વધેલું કદઃ પ્રદેશની પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકેની સોંપવામાં આવેલી વધારાની જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 09

સંઘપ્રદેશ પ્રશાસને પ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનને રિલીવ કરવાનો આદેશ જારી કરી તેમના સ્‍થાને એગ્‍મૂટ કેડર-2006ના આઈ.એફ.એસ. અધિકારી શ્રી પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.

સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદૂષણ નિયંત્રણ સમિતિના સભ્‍ય સચિવ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકે વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.

સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત કર્મઠ અધિકારી તરીકેની પોતાની છાપ ધરાવે છે અને તેમને સોંપવામાં આવેલ ટાર્ગેટ તેઓ સમય પહેલાં પૂર્ણ કરવામાં માનતા હોવાથી પ્રદેશ માટે મહત્ત્વની ગણાતી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટીના સભ્‍ય સચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

Related posts

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

મોટી દમણ નવા લાઈટ હાઉસ બીચ પર 14મી ઓગસ્‍ટની સાંજે ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું ઉજવાશે: જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment