Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્‍તે ઉનાઈથી શરૂ થશે ગુજરાત ગૌરવ યાત્રા

જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈની આગેવાની હેઠળ તૈયારીના ભાગરૂપે યોજાયેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કાર્યરત કેન્‍દ્ર સરકાર સાથે ડબલ એન્‍જીનની ગુજરાત સરકારે વિધાન સભાની ચૂંટણી યોજાવાની હોય ત્‍યારેમતદારોને રિઝવવા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિઓ આરંભી દીધી છે. આગામી 13મી ઓક્‍ટોબરના રોજ ઉનાઈ ખાતેથી શરૂ થનારી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કેન્‍દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્‍તે થનાર છે. આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ શહેરના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવાના ભાગરૂપે એક બેઠકનું આયોજન જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈની આગેવાની હેઠળ કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ શહેરના સ્‍ટેડિયમ રોડ ખાતે આવનારી ગુજરાત ગૌરવ યાત્રાનું સ્‍વાગત કરવામાં આવનાર હોય જે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્‍યા હતા. તેમજ વ્‍યવસ્‍થાના ભાગરૂપે કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ તબક્કે જિલ્લા ભાજપ મંત્રી અને વલસાડ શહેરના પ્રભારી શ્રીમતી હેતલબેન પટેલ, જિલ્લા ભાજપના મીડિયા કન્‍વીનર દિવ્‍યેશ કૈલાશનાથ પાંડે, વલસાડ શહેર પ્રમુખ શ્રી કંદર્પ દેસાઈ, મહામંત્રી શ્રી ધર્મીન શાહ, શ્રી અમૃત પટેલ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોર પટેલ, વલસાડતાલુકા ભાજપ પ્રભારી શ્રી હિતેશ ભંડારી, વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ, શહેર સંગઠનના હોદેદારો, નગરપાલિકાના સભ્‍યો અને વિવિધ મોરચાના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઇન સર્વિસ ‘1098′ દીવ દ્વારા એસ.પી. કચેરી ખાતે ‘ચાઈલ્‍ડ લાઈન સે દોસ્‍તી’ સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

vartmanpravah

Leave a Comment