Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

સોસાયટી રજી. એક્‍ટ 1860 હેઠળ નોંધાયેલ મંડળીઓની મુંબઈ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમ 1950 હેઠળ ટ્રસ્‍ટ તરીકે નોંધણી કરાવવા ચેરિટી કમિશનર ગુજરાત રાજ્‍ય અમદાવાદ દ્વારા જારી કરેલા પરિપત્ર ક્રમાંક 7/2004 અને પરિપત્ર ક્રમાંક 13/2017 નું સોસાયટી રજીસ્‍ટર એક્‍ટ મુજબ નોંધાયેલા સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને કરેલું ઉલ્લંઘન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનમાં હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. જેમાં શ્રી શિરીષભાઈ દેસાઈ અને એમની ટીમે યેનકેન પ્રકારે લોકશાહી પ્રણાલિકનુ હનન કરી પ્રમુખ તરીકે શ્રી નિર્મલભાઈ દુધાનીને જવાબદારી સોંપી છે. હવે 12 એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બરની પસંદગી પણ સમરસના માધ્‍યમથી થાય એવો પ્રયાસ ચાલુ છે. આ મધ્‍યાંતરે સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય છે એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશન સોસાયટી રજીસ્‍ટર એક્‍ટ 1860 હેઠળ નોંધાયેલ છે જેનો નોંધણી નંબર ઞ્ચષ/223/રર્ુીશ્રર્તીફુ ફુદ્દ.17/4/89 છે જેમાં મેમ્‍બર તરીકે મુકુંદ ડી. મહેતા, કિરણ પી. શાહ, ઓમ પ્રકાશ જુનજુનવાલા, એચ. એમ.રંગવાલા, નલિન આર. મંડાલીયા, અગ્રવાલ અને અજયભાઈ આર. શાહનો સમાવેશ થાય છે. આ તમામ મેમ્‍બરો આજે પણ મંડળીઓના મદદનીશ નોંધણી અધિકારીની કચેરીના રિપોર્ટમાં ઉપલબ્‍ધ છે અર્થાત આજ સુધી સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ફેરફાર રિપોર્ટ રજૂ કર્યો નથી એવું પુરવાર થઈ રહ્યું છે. આમ ચેરિટી કમિશનર ગુજરાત રાજ્‍ય અમદાવાદ દ્વારા જારી કરેલા બે પરિપત્રનું પાલન કરવામાં સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને દરકાર કરી નથી જેમાં ચેરિટી કમિશનર ગુજરાત રાજ્‍ય અમદાવાદ પરિપત્ર ક્રમાંક 13/2017 માં દર્શાવેલ નિર્દેશ મુજબ અધિકાર ક્ષેત્રના નાયબ ચેરિટી કમિશનર અને મદદનીશ ચેરિટી કમિશનરને ગુજરાત પબ્‍લિક ટ્રસ્‍ટ એક્‍ટ 1950 હેઠળ લાયક સોસાયટીઓની સુઓમોટો નોંધણીની કાર્યવાહી શરૂ કરવાની રહેશે એવી સ્‍પષ્ટતા કરી હતી. તેમ છતાં પણ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશન દ્વારા નોંધણી ન કરાવતા અનેક સવાલો સામે આવી રહ્યા છે જે જોતા એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા તમામ વહીવટ અને કારભાર ન્‍યાયની દ્રષ્ટિએ શંકાસીલ જણાઈ રહ્યા છે.
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા કયા બાયલોઝના આધારે કરવામાં આવી રહી છે એનો ખુલાસો એસઆઈએ ઈલેક્‍શન સ્‍ક્રુટિની કમિટી દ્વારા કરવામાં આવવી જોઈએ. આમ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિયેશનના નામથી રચાયેલી અને કાર્યરત મંડળીએ આજ સુધી ચલાવેલા કારોબાર અને આપેલા ડોનેશન તેમજ મહત્‍વના હોદ્દા પર ગોઠવાતા ઘટનાક્રમ સામે અસંખ્‍ય વેધક સવાલો સામે આવી રહ્યા છે જેની વિસ્‍તૃત પૂર્વક વિગતો ટુંક સમયમાં બહાર આવશે એવું જણાઈ રહ્યું છે.
—-

Related posts

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah

વલસાડ આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો, ધરમપુર-કપરાડાના ૧૨ પુરૂષની નસબંધી કરાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

Leave a Comment