Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

ભૂલકા મેળામાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુકયો

વેસ્‍ટમાંથી બેસ્‍ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવી નિદર્શન કરાયું, નિર્ણાયક કમિટીએ પરિણામ જાહેર કર્યુ

વલસાડ ઘટક-2 પ્રથમ ક્રમે, ઉમરગામ ઘટક-1 દ્વિતીય ક્રમે અને વાપી ઘટક-2 તૃતીય ક્રમે વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: ગુજરાતસરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત આંગણવાડીનાં 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્‍યાનમાં રાખી વલસાડ જિલ્લા કક્ષાનો ‘‘શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની અધ્‍યક્ષતામાં વલસાડપારડી ખાતે યોજાયો હતો. આ સાથે જ ભૂલકા મેળાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્‍પીકર ગૌરાંગભાઈ પટેલે વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આંગણવાડીમાં આવતા નાના-નાના ભૂલકાંઓનાં જીવનમાં મહત્‍વનાં અને અમૂલ્‍ય એવાં જીવન ઘડતરનાં પાયાના વર્ષોમાં ગુણવતાયુક્‍ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોમાં રહેલી આંતરિક શક્‍તિઓને બહાર લાવી તેમને સક્ષમ સાહસિક બનાવવામાં આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો અને ‘‘પા પા પગલી” યોજના અંતર્ગત કાર્યરત પ્રિ-સ્‍કૂલ ઈન્‍સ્‍ટ્રકટરોનો વિશેષ ફાળો છે. બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્‍વળ ભવિષ્‍ય માટે વાલીઓ સાથે સંવાદોત્‍સવ ખુબ જ જરૂરી બની જાય છે. વક્‍તા ગૌરાંગભાઈ પટેલ દ્વારા જાગૃતિસભર સંવાદ સાધી પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં દરેક પ્રિ-સ્‍કૂલ ઈન્‍સ્‍ટ્રક્‍ટર દ્વારા અભ્‍યાસક્રમ અને સંકલ્‍પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્‍ટમાંથી બેસ્‍ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિગ મટિરિયલ) બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું. શિક્ષણ વિભાગમાંથી આવેલી નિર્ણાયક કમિટી દ્વારા નિદર્શનનુ માર્કિંગ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્‍યો હતો, જેમાં વલસાડ ઘટક-2 પ્રથમ ક્રમે, ઉમરગામ ઘટક-1 દ્વિતીય ક્રમે અને વાપી ઘટક-2 તૃતીય ક્રમે વિજેતા થયા હતા. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો.
જિલ્લા કક્ષાનાં આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિનાં અધ્‍યક્ષ દિવ્‍યાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્‍ય શૈલેશભાઈ પટેલ અને મોટીવેશનલ સ્‍પીકર ગૌરાંગભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યાં હતા. પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રિ-સ્‍કૂલ ઈન્‍સ્‍ટ્રક્‍ટર રૂપાલી પાટીલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના આરંભ પહેલાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજની નિકળેલી ભવ્‍ય શોભા યાત્રા

vartmanpravah

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment