January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આગામી સ્‍વાતંત્ર્ય પર્વને લઈને રાજ્‍ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. 15 ઓગસ્‍ટ સુધી રાજ્‍યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
જે અંતર્ગત રાજ્‍યના રાજ્‍યકક્ષાના કાર્યક્રમો જેના ભાગરૂપે તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાયલ બાલચોંડીથી કરવામાં આવ્‍યો હતો. પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, રમેશભાઈ ગાંવિત, વિપુલભાઈ ભોયા, મંગુભાઈ ગાંવિત, મગનભાઈ ગાંવિત અગ્રણી આગેવાનોની વિશેષઉપસ્‍થિતિમાં નાનાપોંઢામાં આજે ભવ્‍ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જય અંબે વિદ્યાયલ બાલચોંડી, સ્‍વામિનારાયણ સ્‍કૂલ નાનાપોંઢા, એન.આર.રાઉત નાનાપોંઢાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્‍યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્‍ય માર્ગો પર ફરી હતી. વાજતે-ગાજતે 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી.
તિરંગા યાત્રા નાનાપોંઢા પહોંચી બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્‍પાજંલિ અર્પણ કરીને યાત્રા આગળ પ્રસ્‍થાન થયું હતું.

Related posts

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

vartmanpravah

વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન એન્‍ડ વી.એન. સવાણી સ્‍કૂલ કિલ્લા પારડી ઓલ ઈન્‍ડિયા લેવલ આઈપીએસસી યુ-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

Leave a Comment